- ભારતનું 6 ટકા અને અમદાવાદનું 21.01 ટકા રિઝલ્ટ
- કુલ 2,682 વિદ્યાર્થીઓ CA ફાઇનલ ક્લિયર કરવામાં સફળ રહ્યા
- અમદાવાદના 5 વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા રેન્કમાં સ્થાન મેળવ્યું
અમદાવાદ: CA ફાઇનલનું સમગ્ર ભારતનું રિઝલ્ટ 6 ટકા જ્યારે અમદાવાદનું રિઝલ્ટ 21.01 ટકા આવ્યું છે. જે અમદાવાદ માટે ખુબજ મહત્ત્વની બાબત છે. આ વર્ષે કુલ 2,682 વિધાર્થીઓ CA ફાઇનલ ક્લિયર કરવામાં સફળ રહ્યા છે.
આ પણ વાંચો: મોડાસાની BBA કોલેજમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દ્વારા CAના માર્ગદર્શન માટે વેબીનાર યોજાયો
CAના રિઝલ્ટમાં ફરી ગુજરાતીઓનો ડંકો વાગ્યો
CAના રિઝલ્ટમાં ફરી ગુજરાતીઓનો ડંકો વાગ્યો છે. આ વર્ષે અમદાવાદમાં બંને ગ્રુપમાં 257 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જેમાં 54 પાસ થયા હતા. ગ્રુપ 1માં 127 વિદ્યાર્થીમાંથી 7 પાસ થયા. જયારે ગ્રુપ 2માં 178 વિદ્યાર્થીઓમાંથી 27 પાસ થયા. જયારે સમગ્ર ભારતમાં બંને ગ્રુપમાં 9,868 વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી જેમાં 592 પાસ થયા. ગ્રુપ 1માં 18,297 વિદ્યાર્થીમાંથી 1,198 પાસ થયા. જયારે ગ્રુપ 2માં 18,896 વિદ્યાર્થીઓમાંથી 3,409 પાસ થયા હતા.
આ પણ વાંચો: CAના બેંક એકાઉન્ટને હેક કરી પૈસા ટ્રાન્સફર કરનાર આરોપી ઝડપાયો