અમદાવાદ: અમદાવાદમાં (Corona In Ahmedabad) ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થતાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાંં (micro containment zone) મુકવામાં આવતા વિસ્તારોની સંખ્યા સતત વધી રહી હતી.
બુધવારે વધુ 19 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં હતા
કેસની સમીક્ષાને આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે બુધવારે વધુ 19 વિસ્તારને માઈક્રો કન્ટેઈનમેન્ટમાં હતા. જ્યારે 20ને દૂર કર્યા હતા હાલ શહેરમાં કુલ 104 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં છે.
પૂર્વ અને દ.પશ્ચિમ ઝોનના 4-4 વિસ્તારનો સમાવેશ
બુધવારે કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવેલા વિસ્તારોમાં 2 વિસ્તાર ઉત્તર ઝોન, 1 વિસ્તાર મધ્ય, પશ્ચિમ ઝોન, 5 વિસ્તાર દક્ષિણ ઝોન, ૩ વિસ્તાર ઉ.પશ્ચિમ ઝોન, પૂર્વ અને દ.પશ્ચિમ ઝોનના 4-4 વિસ્તારનો સમાવેશ થાય છે.
104 વિસ્તારનો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ
અમદાવાદ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ધરખમ વધારો થવા જઈ રહ્યો છે. હાલની સ્થિતિએ શહેરમાં 104 વિસ્તારનો માઈક્રો કન્ટેઈનમેન્ટમાં સમાવેશ થયો છે. તો બીજી તરફ ગઈકાલે (બુધવારે) નવા 19 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મૂકવામાં આવ્યા છે.નવા 19 માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી 11 પૂર્વ વિસ્તારના છે.
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોરોનાના કેસોની સંખ્યા વધી
અમદાવાદના પશ્ચિમ વિસ્તાર બાદ હવે પૂર્વ વિસ્તારમાં પણ કોરોનાના કેસોની સંખ્યા વધી છે. તો બીજી તરફ ગઈકાલે (બુધવારે) 20 વિસ્તારોને માઈક્રો કન્ટેઈનમેન્ટમાંથી દૂર કરાયા છે.
આ પણ વાંચો:
Corona In Ahmedabad : અમદાવાદ IIMમાં છેલ્લા 10 દિવસમાં 67 વ્યક્તિઓ કોરોના પોઝિટિવ
Corona In Ahmedabad: વધતા કોરોના કેસો વચ્ચે AMCનો નિર્ણય, 50 ટકા સીટિંગ કેપિસિટી સાથે દોડશે BRTS-AMTS બસો