ETV Bharat / city

18 વર્ષની ઉંમરથી જ અમદાવાદના યુવકે ઈનોવેટીવ ગિફ્ટ બનાવી કરી નવતર પહેલ - gifts

અમદાવાદઃ અમદાવાદ યુનિવર્સીટીમાં MBAનો અભ્યાસ કરતાં ચૈતન્ય તન્ના જ્યારે 18 વર્ષનો હતો ત્યારથી જ ગિફ્ટીંગ ઈન્ડસ્ટ્રીમાં બદલાવ લઇ આવવાનો નિશ્ચય કર્યો હતો. આ માટે તેણે ESMERIZE નામથી તે જ સમયે સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતુ. જેમાં તે લોકોને ઈનોવેટીવ ગિફ્ટ તરફ આકર્ષિત કરી રહ્યો છે. અત્યાર સુધી ઘણી ઈનોવેટીવ ગિફ્ટ શરૂ કરી છે. જે માટે તેની લોકોએ ભારોભાર પ્રશંસા પણ કરી છે.

innovative gifts
author img

By

Published : Aug 21, 2019, 8:54 AM IST

ચૈતન્યએ કોર્પેરેટ ગિફ્ટીંગમાં બદલાવ લઇ આવવા માટે નવી શરૂઆત કરી છે. ગિફ્ટની અંદર કોર્પેોરેટ કંપનીનો લોગો પણ લગાવી શકાય છે. આગામી સમયમાં તે 100 જેટલી ઈનોવેટીવ ગિફ્ટ તૈયાર કરશે. હાલ ચૈતન્યની ઉંમર 21 વર્ષ છે અને તે તેનો અભ્યાસ પૂર્ણ કર્યા પહેલાં જ કંપનીનો માલિક બની ગયો છે. ESMERIZEની આ ઈનોવેટવ ગિફ્ટિંગનો લાભ ગૂગલ પરથી ઓનલાઈન કરી અવનવી ગિફ્ટ મેળવી શકાય છે.

શું કહે છે ચૈતન્ય તન્ના, જૂઓ વીડિયો...

18 વર્ષની ઉંમરથી જ અમદાવાદના યુવકે ઈનોવેટીવ ગિફ્ટ બનાવી કરી નવતર પહેલ

ચૈતન્યએ કોર્પેરેટ ગિફ્ટીંગમાં બદલાવ લઇ આવવા માટે નવી શરૂઆત કરી છે. ગિફ્ટની અંદર કોર્પેોરેટ કંપનીનો લોગો પણ લગાવી શકાય છે. આગામી સમયમાં તે 100 જેટલી ઈનોવેટીવ ગિફ્ટ તૈયાર કરશે. હાલ ચૈતન્યની ઉંમર 21 વર્ષ છે અને તે તેનો અભ્યાસ પૂર્ણ કર્યા પહેલાં જ કંપનીનો માલિક બની ગયો છે. ESMERIZEની આ ઈનોવેટવ ગિફ્ટિંગનો લાભ ગૂગલ પરથી ઓનલાઈન કરી અવનવી ગિફ્ટ મેળવી શકાય છે.

શું કહે છે ચૈતન્ય તન્ના, જૂઓ વીડિયો...

18 વર્ષની ઉંમરથી જ અમદાવાદના યુવકે ઈનોવેટીવ ગિફ્ટ બનાવી કરી નવતર પહેલ
Intro:બાયલાઈન: ઈશાની પરીખ
બાઈટ1: ચૈતન્ય તન્ના(સ્ટુડન્ટ)

વિઝ્યુઅલ્સ ftp થી મોકલેલ છે.


અમદાવાદઃ



અમદાવાદ યુનિવર્સિટીમાં એમબીએનો કોર્સ કરી રહેલા ચૈતન્ય તન્ના જ્યારે 18 વર્ષનો હતો ત્યારથી જ તેને ગિફ્ટીંગ ઈન્ડસ્ટ્રીને બદલવાનું નક્કી કર્યું હતું. જે હેતુથી તેને ESMERIZE નામથી એ જ સમયે સ્ટાર્ટઅપ શરૂ કર્યું. જેમાં તે લોકોને ઈનોવેટીવ ગિફ્ટ એક-બીજાને આપવા માટે બનાવી રહ્યો છે. તેને અત્યાર સુધી ઘણી ઈનોવેટી ગિફ્ટ બનાવી છે જેના લોકોએ વખાણ પણ કર્યા છે. તે ઈનોવેશનથી ભરપુર રીતે ભરેલી 100 જેટલી ઈનોવેટીવ ગિફ્ટ બનાવવા જઈ રહ્યો છે. ચૈતન્ય એ કોર્પોરેટ ગિફ્ટિંગમાં ચેંજીસ લાવવા ના ઇરાદા સાથે આ સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે જેમાં ગિફ્ટની અંદર તમે કોર્પોરેટ કંપનીનો લોગો પણ લગાવી શકો છો.
જેની ઉંમર અત્યારે 21 વર્ષની છે. તે ભણવાનું પુરુ કર્યા પહેલા જ એક કંપનીનો માલિક બની ગયો છે. ESMERIZEની આ ઇનોવેટીવ ગિફ્ટિંગનો લાભ મેળવવા માટે ગૂગલ પર સર્ચ કરીને તેમજ ચૈતન્યનો કોન્ટેક્ટ કરીને આસાનીથી ગિફ્ટ મેળવી શકે છે.Body:આ અંગે વધુમાં જણાવતા ચૈતન્ય તન્નાએ ઉમેર્યુ હતું કે, ‘‘હું માર્કેટમાં ના મળતી હોય તેવી ઈનોવેટીવ ગિફ્ટ લોકો સુધી પહોંચાડવા માંગતો હતો. કેમ કે, અત્યારે એક બીજાને લોકો ગિફ્ટ તો આપે છે પરંતુ કોને કઈ ગિફ્ટ ગમશે તે લોકોને ખ્યાલ નથી હોતો. જેથી ઘણી ગિફ્ટ યુઝ કર્યા વિના જ પડી રહે છે. પરંતુ મને પહેલાથી જ ગિફ્ટનો શોખ હતો. મેં આજ વસ્તુને પોતાનું સ્ટાર્ટઅપ બનાવવાનું શરૂ કર્યું આજે એમાં હું સફળ રહ્યો છું. કેમ કે, મારી પાસે એવી પેન્સિલ કે બુક છે જેનો યુઝ કર્યા બાદ તમે ફેંકી દો તો પણ અંકુર ફૂટી તેમાંથી છોડ પેદા થાય છે. હું એવી પેન અત્યારે ડીઝાઈન કરી રહ્યો છું કે, એક જ પેનનો ઉપયોગ લખવામાં, મોબાઈલ વાપરવા, મોબાઈલ સ્ટેન્ડ વગરે તરીકે કરી શકાય છે. હું આ પ્રકારની ઈનોવેટીવ ગિફ્ટ બનાવી રહ્યો છું. જેમાં કેટલીક ગિફ્ટ લોકોને ખૂબ પસંદ આવી રહી છે.’’


લોકો ચૈતન્યને ફોન કરતા જ ચૈતન્ય ઈનોવેટીવ રીતે બનાવેલી અને ઈનોવેટીવ રીતે પેક કરાવીને લોકોના ઘરે પહોંચાડી રહ્યો છે.
તેનું આ ઈનોવેશન ગિફ્ટીંગ ઈન્ડસ્ટ્રીમાં નવીનરૂપે જોવામાં આવી રહ્યું છે. 18 વર્ષની ઉંમરમાં આ રીતે ગિફ્ટીંગ વિશે વિચારવું અને ESMERIZE નામથી સ્ટાર્ટઅપ તૈયાર કરવું એ એક ગુજરાતીની જ ઓળખ અને સાહસ છે.Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.