નવી દિલ્હીઃ છેલ્લા ઘણા સમયથી ઘોંચમાં પડેલી ટેસ્લાની ટ્વવીટર ખરીદવાની ડીલ ફાઈનલ થઈ રહી હોય એવા એંધાણ છે. હવે જો સોદો નહીં થાય તો એલોનને કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. એ પણ કોઈ નાની મોટી રકમ સાથે નહીં પણ કરોડો રૂપિયા દંડ સાથે. ટ્વિટરનું 44 ડોલર બિલિયનનો કેસ પૂરો કરવો પડશે. અથવા શુક્રવારે ટ્રાયલનો સામનો (Musk will face lawsuit) કરવો પડશે. મસ્ક એપ્રિલમાં ટ્વીટરને 54.20 ડોલર પ્રતિ બાકી શેરમાં ખરીદવા સંમત થયા હતા. પછી થોડા અઠવાડિયા પછી, તેમણે સોદો સમાપ્ત કરવાની જાહેરાત કરી હતી.
17 ઓક્ટોબરે ટ્રાયલ શરૂ: શરૂઆતમાં પ્લેટફોર્મ પર બૉટ્સના વિસ્તાર (એક્સપાન્સન) અંગે ચિંતા વ્યક્ત કરી અને બાદમાં કંપનીના વ્હિસલબ્લોઅરના દાવાને સોદો રદ કરવાના કારણો તરીકે ઉમેર્યો. ટ્વિટરે તેના પર એક્વિઝિશન ડીલ તોડવા બદલ કેસ કર્યો હતો. તારીખ 17 ઓક્ટોબરે ટ્રાયલ શરૂ થવાની હતી ત્યારે મસ્કે ટ્વિટરને જણાવ્યું હતું કે, તે મૂળ સંમત ભાવે સોદો બંધ કરવા તૈયાર છે. કેસની દેખરેખ રાખતા ન્યાયાધીશ, ડેલવેયર ચાન્સરી કોર્ટના ચાન્સેલર કેથલીન સેન્ટ જ્યુડ મેકકોર્મિકે બંને પક્ષોને સોદો પૂર્ણ કરવા અથવા નવેમ્બરમાં ટ્રાયલનો સામનો કરવા તારીખ 28 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો. મુકદ્દમાને હોલ્ડ પર રાખવામાં આવ્યા પછીના અઠવાડિયામાં, ટ્વિટરે સોદો બંધ કરવા માટે પગલાં લેવાનું ચાલુ રાખ્યું છે.
ચૂકવણી કરવાનું સ્વીકાર્યું: કંપનીએ સોદો પૂર્ણ થવાની અપેક્ષાએ કર્મચારીઓના સ્ટોક એકાઉન્ટ્સ ફ્રીઝ કરી દીધા હતા. જેના કારણે હવે કર્મચારીઓ પર નોકરીનું જોખમ ઊભું થયું છે. બની શકે છે કે, કર્મચારીઓ પણ કાયદાના કેસથી પીડા ભોગવી શકે છે. આ ઉપરાંત મસ્ક અને ટ્વિટર બંનેના વકીલો સોદો પૂર્ણ કરવા માટે કાગળની તૈયારી કરી રહ્યા હતા, બ્લૂમબર્ગે અહેવાલ આપ્યો હતો. મસ્કે ટેસ્લાના શેરધારકોને કહ્યું કે, તે ટ્વિટર વિશે ઉત્તેજિત છે. તેમણે તેના માટે સ્પષ્ટપણે વધુ ચૂકવણી કરવાનું પણ સ્વીકાર્યું.
શેરની કિંમતમાં ઘટાડો: હવે મસ્ક આ ડીલ માટે ભંડોળ કેવી રીતે એકત્ર કરશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. અત્યાર સુધી જોવામાં આવ્યું છે તેમ, મસ્ક સોદા માટે દેવું અને ઇક્વિટી ધિરાણના મિશ્રણ તરફ વળ્યા છે. પોતાના પૈસાનું રોકાણ કરવા ઉપરાંત, તે અપેક્ષા રાખે છે કે, ટેસ્લાના શેરના વેચાણમાંથી મળેલી રકમ સોદો બંધ કરવામાં મદદ કરશે. પરંતુ કેટલાક નિષ્ણાતો સૂચવે છે કે, મસ્કને સોદો પૂર્ણ કરવાની અપેક્ષા કરતાં અબજો ડોલર વધુ ટેસ્લા (TSLA) શેર વેચવાની જરૂર પડી શકે છે. કારણ કે કાર નિર્માતા કંપની ટેસ્લાનો તાજેતરનો રિપોર્ટ દર્શાવે છે કે, તેના શેરની કિંમતમાં ઘટાડો થયો છે.
કર્મચારીઓમાં ગભરાટ: સોદો પૂર્ણ થવાના આરે છે, ટ્વિટરના રોકાણકારો અને કર્મચારીઓમાં ગભરાટ ચાલુ છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ શુક્રવારે સવારે ટ્વિટરના શેરમાં થોડો ઘટાડો થયો હતો. પરંતુ આ ઘટાડાના વધુ ચિંતાજનક સમાચાર તેની પાછળનું કારણ હતું. ટ્વિટર ટેકઓવર સહિતના યુએસ મીડિયામાં ફરતા અહેવાલો અનુસાર, બાઈડેન વહીવટીતંત્રના અધિકારીઓ રાષ્ટ્રીય સુરક્ષા સમીક્ષાઓ હેઠળ મસ્કના કેટલાક સાહસોની તપાસ કરી રહ્યા છે.
કર્મચારીઓ નોકરી વિશે ચિંતિત: જો કે, જ્યારે કેટલાક મીડિયા આઉટલેટ્સ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે, રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા એડ્રિન વોટસને એક નિવેદનમાં કહ્યું કે, અમને આવી કોઈ તપાસની જાણ નથી. જ્યારે મર્જર અને એક્વિઝિશન નિષ્ણાતોએ કહ્યું છે કે, આવી સમીક્ષા બાબતોને જટિલ બનાવી શકે છે. જો કે, આનાથી મસ્કને એક્વિઝિશન ડીલમાંથી બહાર નીકળવા માટે લીલીઝંડી મળશે નહીં. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ અનુસાર, ટ્વિટર કર્મચારીઓ તેમની નોકરી અને ભવિષ્ય વિશે ચિંતિત છે.
કર્મચારીઓને છૂટા કરવાની યોજના: વોશિંગ્ટન પોસ્ટે ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે, મસ્કે આ સોદામાં સામેલ સંભવિત રોકાણકારોને જણાવ્યું હતું કે, તેમણે ટ્વિટરના લગભગ 75 ટકા કર્મચારીઓને છૂટા કરવાની યોજના બનાવી છે. અહેવાલ પછી ટ્વિટર જનરલ કાઉન્સેલ સીન એજેટે કર્મચારીઓને એક મેમો મોકલ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે કંપની પાસે મસ્કની યોજનાઓની કોઈ પુષ્ટિ નથી અને તે અફવાઓ પર વિશ્વાસ કરતી નથી. તેમણે કહ્યું કે, અમે મસ્ક પાસેથી સીધા તથ્યોની રાહ જોઈ રહ્યા છીએ.
છટણીની શક્યતા: મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોકાણકારો સાથેના દસ્તાવેજોના અંગત લખાણની અગાઉ ટ્વિટરમાં ચર્ચા કરવામાં આવી છે અને કોર્ટ ફાઇલિંગમાં પણ આ વાત સામે આવી છે. જૂનમાં ટ્વિટર કર્મચારીઓ સાથેના કોલમાં પણ તેમણે છટણીની શક્યતાને નકારી ન હતી. કર્મચારીઓને છૂટા કર્યા પછી અને જાહેરમાં તેમણે ટ્વિટર માટે ઊંચી બોલી લગાવી હોવા છતાં પણ મસ્ક સોદા અને ટ્વિટરની સંભવિતતા વિશે આશાવાદી જોવા મળે છે.
ટ્વિટર એક એપનો ભાગ બનશે: તેમણે ગયા અઠવાડિયે ટેસ્લા કોન્ફરન્સ કોલ પર કહ્યું હતું કે, ટ્વિટર માટે લાંબા ગાળાની સંભવિતતા, મારી દૃષ્ટિએ, તેના વર્તમાન મૂલ્ય કરતાં વધી ગઈ છે. તેમણે કહ્યું કે, કેટલાક સંભવિત પ્રોડક્ટ અપડેટ્સ બહાર પાડવામાં આવશે. ટ્વિટર એક એપનો ભાગ બનશે જેના પર બધું જ થશે. કદાચ લોકપ્રિય ચાઇનીઝ એપ્લિકેશન WeChat ની શૈલીમાં. પરંતુ યુઝર્સો માટે સૌથી તાત્કાલિક ફેરફાર ટ્વિટરના સામગ્રી મધ્યસ્થતાને મર્યાદિત કરવાનો હશે. આ ઉપરાંત અગાઉ પ્રતિબંધિત ખાતાઓ પુનઃસ્થાપિત કરવામાં આવશે.