અમદાવાદ વૈશ્વિક શેરબજાર (World Stock Market) તરફથી સારા સંકેત મળી રહ્યા છે. ત્યારે સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજારની શરૂઆત (Stock Market India) મજબૂતી સાથે થઈ છે. આજે સવારે 9.23 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 558.85 પોઈન્ટ (0.96 ટકા)ના ઉછાળા સાથે 58,969.83ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 147.85 પોઈન્ટ (0.85 ટકા)ના વધારા સાથે 17,481.75ના સ્તર પર વેપાર કરી રહ્યો છે.
આ સ્ટોક્સ ચર્ચામાં રહેશે તાતા કૉફી (Tata Coffee), જેએમસી પ્રોજેક્ટ્સ (JMC Projects), એસ્ટર ડીએમ હેલ્થકેર (Aster DM Healthcare), એસજીવીએન (SJVN), સ્પંદન સ્ફૂર્તિ ફાઈનાન્શિયલ (Spandana Sphoorty Financial), મહારાષ્ટ્ર સિમલેસ (Maharashtra Seamless), ઈન્ડોવિન્ડ એનર્જી (Indowin Energy).
વૈશ્વિક બજારની સ્થિતિ આજે એશિયન બજારમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તો એસજીએક્સ નિફ્ટી 154 પોઈન્ટ ઉછળ્યો છે. જ્યારે નિક્કેઈ 0.78ના વધારા સાથે 26,985.66ની આસપાસ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સ્ટ્રેઈટ ટાઈમ્સમાં 0.10 ટકાની નબળાઈ જોવા મળી રહી છે. તાઈવાનનું બજાર 0.15 ટકાના ઉછાળા સાથે 12,985.89ના સ્તર પર વેપાર કરી રહ્યું છે. તો હેંગસેંગ 0.18 ટકાના વધારા સાથે 16,642.88ના સ્તર પર વેપાર કરી રહ્યો છે. બીજી તરફ કોસ્પીમાં 0.20 ટકાના વધારા સાથે વેપાર કરી રહ્યો છે. તો શાંઘાઈ કોમ્પોઝિટ 0.13 ટકાના વધારા સાથે 3,080.86ના સ્તર પર જોવા મળી રહ્યો છે.