અમદાવાદ સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજારમાં (Stock Market India) ઉછાળો અને ઘટાડો બંને જોવા મળ્યો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 36.74 પોઈન્ટ (0.06 ટકા)ના 58,803.33ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 3.35 પોઈન્ટ (0.02 ટકા)ના સામાન્ય ઘટાડા સાથે 17,539.45ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ શેરબજારમાં મિશ્ર પ્રતિસાદ (Stock Market India News today) જોવા મળ્યો છે.
નિષ્ણાતના મતે ટ્રેડબુલ્સ સિક્યોરિટીઝના CMD દિનેશ ઠક્કરે જણાવ્યું હતું કે, ડૉલર ઈન્ડેક્સ અને યુએસ 10 વર્ષની ટ્રેઝરી ઈમર્જિંગ માર્કેટ ઈક્વિટીઝ માટે પ્રતિકૂળ છે અને તેથી રોકાણકારોએ નજીકના ગાળામાં સાવચેત રહેવાની જરૂર છે. 13 સપ્ટેમ્બરે યુએસ CPI નંબર આ મહિને વ્યાજદર પર યુએસ ફેડના નિર્ણયો પર પ્રભાવ વિશે સંકેત આપશે. ઑટો અને હેલ્થકેર જેવી ડોમેસ્ટિક સાઈકલિકલ સ્થિતિ સ્થાપક રહેવાની ધારણા છે. જ્યારે IT અને મેટલ્સ મજબૂત ડોલર અને મંદીના ભયથી નબળા રહી શકે છે.
આ પણ વાંચો ભારતે રશિયન ઓઇલ પ્રાઈસ કેપ પ્રસ્તાવ પર આવો લીધો નિર્ણય
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ આઈટીસી (ITC) 1.97 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 1.81 ટકા, એચડીએફસી (HDFC) 1.68 ટકા, લાર્સન (Larsen) (1.47 ટકા), કોટક મહિન્દ્રા (Kotak Mahindra) 0.95 ટકા.
આ પણ વાંચો સતત છઠ્ઠા મહિને GST કલેક્શનનો રેકોર્ડ, સરકારને આટલા કરોડ રૂપિયા મળ્યા
સૌથી વધુ ગગડેલા શેર્સ બીપીસીએલ (BPCL) 2.99 ટકા, શ્રી સિમેન્ટ્સ (Shree Cements) 2.20 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 1.79 ટકા, હિન્દલ્કો (Hindalco) -1.79 ટકા, ઓએનજીસી (ONGC) -1.63 ટકા.