અમદાવાદ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Stock Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સેચન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 177.04 પોઈન્ટ (0.28 ટકા)ના વધારા સઆથે 62,681.84ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 55.30 પોઈન્ટ (0.30 ટકા)ના વધારા સાથે 18,618.05ના સ્તર પર બંધ થયો છે. બીજી તરફ આજે એનર્જી, IT શેર્સમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ એચયુએલ (HUL) 4.32 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટિલ (JSW Steel) 2.36 ટકા, સિપ્લા (Cipla) 1.76 ટકા, બ્રિટેનિયા (Britannia) 1.72 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 1.61 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ ઈન્ડસઇન્ડ બેન્ક (IndusInd Bank) -1.44 ટકા, બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) -1.26 ટકા, કૉલ ઇન્ડિયા (Coal India) -1.15 ટકા, પાવર ગ્રિડ કોર્પ (Power Grid Corp) -0.88 ટકા, મારૂતિ સુઝૂકી (Maruti Suzuki) -0.84 ટકા.