અમદાવાદઃ સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. તેના કારણે દિવસભર શેરબજારમાં ઉતારચઢાવ જોવા મળ્યો હતો. ત્યારે બપોરે ભારતીય શેરબજાર ઘટાડા સાથે બંધ થયો છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 897.28 પોઈન્ટ (1.52 ટકા)ના ઘટાડા સાથે 58,237.85ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 258.60 પોઈન્ટ (1.49 ટકા) તૂટીને 17,154.30ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચોઃ Adani repays pledging shares: અદાણીએ શેર ગીરવે મુકીને લીધેલી 2 બિલિયનથી વધુની લોન ચૂકવી
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ ટેક મહિન્દ્રા 6.84 ટકા, એપોલો હોસ્પિટલ 0.64 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સઃ ઈન્ડસઈન્ડ બેન્ક -7.40 ટકા, એસબીઆઈ -3.17 ટકા, તાતા મોટર્સ -3.09 ટકા, એમ એન્ડ એમ -2.71 ટકા, આઈશર મોટર્સ -2.65 ટકા.
માર્કેટની આજની સ્થિતિઃ ભારતીય શેરબજારની શરૂઆત નબળી રહી હતી. દિવસભરના ઉતારચઢાવની વચ્ચે બજાર નીચલા સ્તરથી જોરદાર રિકવરી સાથે બંધ થયું છે. જોકે, આજના વેપારમાં પીએસઈ, ઑટો એનર્જી, ઈન્ફ્રા શેર્સમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે મિડકેપ, સ્મોલ કેપ ઈન્ડેક્સ ઉછાળા સાથે બંધ થયું હતું. તો નિફ્ટી બેન્ક નીચલા સ્તરથી લગભગ 480 પોઈન્ટના સુધારા સાથે બંધ થયું છે.
આ પણ વાંચોઃ Silicon Valley Bank turmoil: અમેરિકાની 16મી સૌથી મોટી બેંકમાં નિયમનકારોએ સંપત્તિ જપ્ત કરી
સેક્ટોરલ ફ્રન્ટ પર નજરઃ સેક્ટોરલ ફ્રન્ટ પર જોઈએ તો, આજે પાવર ઈન્ડેક્સ 2 ટકા ઉછળ્યો છે. જ્યારે ઑટો ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે બંધ થયો છે. તો આઈટી, મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેર્સમાં પણ દબાણ જોવા મલ્યું હતું.
2 પ્રોજેક્ટમાં રોકાણ માટે બોર્ડની મંજૂરીઃ પાવરગ્રિડ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયાના 2 પ્રોજેક્ટમાં 4,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણ માટે બોર્ડની મંજૂરી મળી ગઈ છે. કંપનીના બોર્ડે 4,071 કરોડ રૂપિયાના રોકાણને મંજૂરી આપી દીધી છે. ઈસ્ટર્ન રિજિયન એક્સપાન્ઝન સ્કિમમાં 524 કરોડ રૂપિયાનું રોકાણ થશે. ત્યારે હવે નવેમ્બર 2025 સુધી કામકાજ શરૂ થવાની આશા છે. આપને જણાવી દઈએ કે, કૂર્નૂલ વિન્ડ એનર્જીમાં 3,547 કરોડ રૂપિયાનું રોકાણ થશે. ત્યારે કૂર્નૂલમાં ટ્રાન્સમિશન સિસ્ટમ નવેમ્બર 2024 સુધી શરૂ થશે.