અમદાવાદ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Stock Market India News) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Bombay Stock Exchange News) 104.92 પોઈન્ટ (0.18 ટકા)ની તેજી સાથે 59,793.14ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (National Stock Exchange News) 34.60 પોઈન્ટ (0.19 ટકા)ના વધારા સાથે 17,833.35ના સ્તર પર બંધ (Stock Market India) થયો છે.
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ ટેક મહિન્દ્રા (Tech Mahindra) 3.36 ટકા, ઈન્ડસઈન્ડ બેન્ક (IndusInd Bank) 2.59 ટકા, ઈન્ફોસિસ (Infosys) 2.56 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 2.37 ટકા, એચસીએલ ટેક (HCL Tech) 1.95 ટકા.
સૌથી વધુ ગગડેલા શેર્સ અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -1.90 ટકા, એમ એન્ડ એમ (M&M) -1.38 ટકા, એસબીઆઈ લાઈફ ઇન્શ્યોરન્સ (SBI Life Insurance) -1.42 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) -1.32 ટકા, લાર્સન (Larsen) -1.13 ટકા.