ETV Bharat / business

Stock Market India: છેલ્લા દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ ફરી 60,000ને પાર - Stock Market India Today News

સપ્તાહના છેલ્લા દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે સેન્સેક્સ 123.63 અને નિફ્ટી 42.95 પોઈન્ટના સામાન્ય ઉછાળા સાથે બંધ થયો છે.

Stock Market India: છેલ્લા દિવસે માર્કેટમાં તેજી, સેન્સેક્સ ફરી 60,000ને પાર

author img

By

Published : Mar 10, 2023, 4:05 PM IST

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 123.63 પોઈન્ટ (0.21 ટકા)ના વધારા સાથે 60,348.09ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 42.95 પોઈન્ટ (0.24 ટકા)ના સામાન્ય ઉછાળા સાથે 17,754.40ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ છેલ્લા દિવસે શેરબજારમાં તેજી આવતા રોકાણકારોના ખિસ્સા ભરાઈ ગયા હતા.

આ પણ વાંચોઃ Income Tax: આવકવેરા વિભાગના પોર્ટલમાં જાણો તમારો AIS રિપોર્ટ

નિષ્ણાતના મતેઃ ટ્રેડબુલ્સ સિક્યૂરિટીઝના સીએમડી દિનેશ ઠક્કરે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, નકારાત્મક વૈશ્વિક સંકેતો સૂચકાંકોમાં વધુ ઘટાડો નોતરી રહ્યા છે. યુએસ ફેડ અધ્યક્ષ જેરોમ પોવેલે ફૂગાવાને નિયંત્રિત કરવા તેમના હોકિશ વલણનું રટણ ચાલું રાખતાં બજારોમાં મંદી ફરી વળી છે. યુએસ સ્થિત સિલિકોન વેલી બેન્ક ફાઈનાન્શિયલ ગૃપે તેની બેલેન્સ શિટને મજબૂત કરવા શેર વેચાણ શરૂ કર્યા પછી ઘટાડાને વેગ મળ્યો છે. તો આ વર્ષે અત્યાર સુધીમાં વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં કુલ 2.52 અબજ ડોલરનું વેચાણ દર્શાવ્યું છે. સૌની નજર 10 માર્ચે યુએસ જોબ ડેટા પર રહેશે. રોકાણકારોની નજર ભારતના ફૂગાવાના અહેવાલ પર પણ છે, જે 13 માર્ચે રિલીઝ થવાનો છે અને માર્ચે યુએસ ફૂગાવાના અહેવાલ પર છે.

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સઃ તાતા મોટર્સ 0.84 ટકા, એનટીપીસી 0.72 ટકા, મારૂતિ સુઝૂકી 0.70 ટકા, બ્રિટેનિયા 0.45 ટકા, બીપીસીએલ 0.37 ટકા.

સૌથી વધુ ગગડેલા શેર્સઃ અદાણી એન્ટરપ્રાઈઝ -2.92 ટકા, એચડીએફસી બેન્ક -2.58 ટકા, એપોલો હોસ્પિટલ -2.28 ટકા, એચડીએફસી -2.18 ટકા, ઈન્સડઈન્ડ બેન્ક -2.14 ટકા.

આ પણ વાંચોઃ Hot Inflation: યુએસ નીતિ દરો સાથે ગતિ જાળવી રાખવા માટે વ્યાજ દરો વધારવા દબાણ

માર્કેટની સ્થિતિઃ આજે શેરબજારની શરૂઆત ભલે નબળાઈ સાથે થઈ હતી, પરંતુ દિવસભરની ઉથલપાથલની વચ્ચે બજાર નીચલા સ્તરથી જોરદાર રિકવરી સાથે બંધ થયું છે. આજના વેપારમાં પીએસઈ, ઑટો, એનર્જી, ઈન્ફ્રા શેર્સમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે મિડકેપ, સ્મોલકેપ ઈન્ડેક્સ વધારા સાથે બંધ થયો હતો. જ્યારે નિફ્ટી બેન્ક નીચલા સ્તરથી લગભગ 480 પોઈન્ટના સુધારા સાથે બંધ થયો છે. આપને જણાવી દઈએ કે, સેક્ટોરલ ફ્રન્ટ પર નજર કરીએ તો, આજે પાવર ઈન્ડેક્સ 2 ટકા ઉછળ્યો છે. જ્યારે ઑટો ઈન્ડેક્સ 1 ટકાના વધારા સાથે બંધ થયો હતો. તો આઈટી, મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેર્સમાં દબાણ જોવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.