હૈદરાબાદ: આજના હાઈકેટક યુગમાં દરેક વ્યક્તિ પોતાની પાસે એક ઓનલાઈન પે નો ઓપ્શન રાખે છે. ખાસ કરીને મહાનગરમાં આ પ્રકારના ટ્રાંઝેક્શન વધારે થાય છે. પણ ઓનલાઈન પે (digital frauds) સામે જોખમ પણ ઘણી વાર સહન કરવું પડે છે. ફ્રોડ કોલ કરીને ગઠિયાઓ કરોડો રૂપિયા ખંખેરી લે છે એવા પણ કિસ્સા (banks never ask for OTP digital frauds) બનલે છે. આ ફીચર્સમાં અમે જણાવીશું કે, આવા કોલથી કેવી રીતે બચી શકાય અને પૈસાને સેફ સાચવી શકાય.
ખાસ કાળજી લોઃ કરંસી આધારિત વ્યવહારમાં અથવા બેંકમાંથી કેશ આપતા પહેલા કેશ ચેક કરી લો. પૈસા ભરતી વખતે અને ઉપાડતી વખતે ખાસ તકેદારી રાખો. દેશની મધ્યસ્થ બેંકે પણ આ માટે ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી દીધી છે. તેમ છતાં દરરોજ નવા નવા આઈડિયાથી ફ્રોડ લોકોના ખિસ્સા ખંખેરી રહ્યા છે. બેંકની નકલી વેબસાઈટ પરથી આવા ફ્રોડ થવાના ચાન્સ વધારે હોય છે. એક વાત એ યાદ રાખો કે, બેંક ક્યારેય પાસવર્ડ કે ઓટીપી પૂછતી નથી. ગ્રાહકોના મેઇલ અથવા એસએમએસની લિંક તેમના ફોન પર મોકલી રહ્યા છે. તેઓ તમારી બેંકમાંથી આવ્યા છે તેમ કહીને ફોન આવે ત્યારે ખાસ ચેતવું. આ ફ્રોડ હોઈ શકે છે. જ્યારે તેઓ બેંક કાર્ડના છેલ્લા ચાર અંકો જણાવો એવું કોઈ બોલે ત્યારે પણ ચેતજો. બેંક આવું ક્યારેય પૂછતી નથી. ગ્રાહકો પર વિશ્વાસ કરવાનું વલણ ધરાવે છે. જો કોઈ આવું બોલે ત્યારે કોઈ દિવસ કોઈ બેંકની વિગત, પાસવર્ડ કે ઓટીપી ન આપતા. માત્ર ચારથી પાંચ સેકન્ડમાં ખાતું ખાલી થઈ જશે.