ETV Bharat / business

Stock Market Closing Bell : શેરમાર્કેટમાં સુસ્તી, BSE Sensex 29 પોઈન્ટનો નજીવો ઘટાડો

author img

By

Published : Jul 25, 2023, 4:13 PM IST

આજે શેરમાર્કેટની એકંદરે મજબૂત શરુઆત થઈ હતી. પરંતુ દિવસના અંતે BSE Sensex માં 29 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે માર્કેટ સપાટ બંધ થયું હતું. જોકે, NSE Nifty Index કોઈ નુકસાન કર્યા વગર 8 પોઈન્ટ વધીને 19,680.60 પોઈન્ટ પર બંધ થયો હતો. આજના દિવસની શરુઆતે રોકાણકારોમાં સારા નફાની આશા જગાવી હતી. પરંતુ માર્કેટ સૌને ફરીને સ્ટાર્ટિંગ લાઈન પર લાવી દીધા હતા.

શેરમાર્કેટમાં સુસ્તી, BSE Sensex 29 પોઈન્ટનો નજીવો ઘટાડો

મુંબઈ : બે દિવસના ભારે નુકસાન બાદ આજે શેરમાર્કેટની એકંદરે મજબૂત શરુઆત થઈ હતી. આજે સવારે BSE Sensex 66,531.20 પર ખુલ્યો હતો. જ્યારે NSE Nifty Index 19,729.35 પર સારી શરુઆત કરી હતી. જોકે, દિવસ દરમિયાન કોઈ ખાસ નફો નોંધાયો નહોતો. ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex લગભગ 30 પોઈન્ટ તૂટીને 66,355.71 પોઈન્ટ પર બંધ થયો હતો. જોકે, NSE Nifty Index માં 9 પોઈન્ટનો નજીવો વધારો નોંધાયો હતો. જે 19,680.60 પોઈન્ટ પર બંધ થયો હતો. આ આજે માર્કેટ રોકાણકારોને જ્યાંથી શરુ કર્યું ત્યાં જ ફરી લઈ આવ્યું હતું.

BSE સેન્સેક્સ : આજે 25 જુલાઈ, મંગળવારના રોજ BSE Sensex 66,531.20 પર ખુલી રોકાણકારોમાં સારા નફાની આશા જગાવી હતી. જોકે, આજના ટ્રેડિંગ સેશનના અંતે લગભગ 29 પોઈન્ટ જેટલી સામાન્ય ડૂબકી મારી 66,355.71 પોઈન્ટ પર સપાટ બંધ થયો હતો. આજના ટ્રેડીંગ સેશન દરમિયાન વેચવાલી નિકળતા 66,177.62 ડાઉન જઈને મહત્તમ 66,559.29 ની ઊંચાઈ પર પહોંચ્યો હતો. ઉલ્લેખનિય છે કે, ગતરોજ BSE Sensex 66,384.78 બંધ થયો હતો. ટ્રેડીંગ સેશન દરમિયાન 66,326.25 ડાઉન જઈને મહત્તમ 66,808 ની ઊંચાઈ પર પહોંચ્યો હતો.

NSE Nifty ઈનડેક્સ : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ 8 પોઈન્ટનો નજીવો ઉછાળો લઈને 19,680.60 પોઈન્ટ પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 19,729.35 પોઈન્ટ પર ખુલ્યો હતો. જોકે તેને જ મહત્તમ ઊંચાઈ બનાવી દિવસ દરમિયાન સરેરાશ સપાટ પ્રદર્શન આપ્યું હતું. આજે ટ્રેડિંગ સેશન દરમિયાન 19,615 ડાઉન અને 19,729 મહત્તમ ઊંચાઈ પર પહોંચ્યો હતો. ગતરોજ Nifty ઈનડેક્સ 73 પોઈન્ટ જેટલો તૂટીને 19,672.35 પોઈન્ટ પર બંધ થયો હતો.

ટોપ ગેઈનર શેર : સૌથી વધુ ઊંચકાયેલા શેરમાં ઝી એન્ટરટેઈન (6 %), ટીવીએસ મોટર (5.76 %), જિંદાલ સ્ટીલ (5.41 %), હિંદ કોપર (5.16 %) અને ACC (4.9 %)નો સમાવેશ થાય છે.

ટોપ લુઝર શેર : જ્યારે સૌથી વધુ ગગડેલા શેરોમાં કેન ફિન હોમ્સ (-4.44 %), એશિયન પેઇન્ટ્સ (-4.22 %), ઈન્ડિયામાર્ટ ઈન્ટર (-3.5 %), એલ એન્ડ ટી ફાઇનાન્સ (-3.49 %) અને ઇન્ટરગ્લોબ એવી (-3.39 %)નો સમાવેશ થાય છે.

સકારાત્મક સંકેત : નિષ્ણાંતોના મતે શેરબજારમાં જોરદાર ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, વૈશ્વિક બજારમાંથી સકારાત્મક સંકેતો આવી રહ્યા છે. ભારતીય બજારોને વૈશ્વિક બજારમાંથી સમર્થન મળી રહ્યું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું વેચાણનું દબાણ ઓછું છે. જોકે, ફેડની મીટિંગ અને એક્સપાયરી માટે વોલેટિલિટી જોવા મળી શકે છે. પરિણામોની દૃષ્ટિએ આજનો દિવસ મોટો છે. કારણ કે L&T, Tata Motors ના પરિણામો આવશે. બજારમાં સૌથી વધુ વેચાણ જાહેર ક્ષેત્રની બેંકોમાં થયું હતું. જ્યારે મેટલ શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી.

  1. Stock Market Update: શેરબજારમાં તેજી, સેન્સેક્સ 147 પોઈન્ટ પર, નિફ્ટી 19700ની નજીક
  2. Employees Provident Fund: PF પર મળશે હવે 8.15 ટકા વ્યાજ, 6 કરોડ લોકોને ફાયદો, ઓગસ્ટથી ખાતામાં જમા થશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.