ETV Bharat / business

Share Market India: શેરબજારમાં છેલ્લા દિવસે ધબડકો, સેન્સેક્સ 233 પોઈન્ટ તૂટ્યો - ભારતીય શેરબજાર અપડેટ

સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે સેન્સેક્સ (Sensex) 233.48 પોઈન્ટ અને નિફ્ટી (Nifty) 69.80 પોઈન્ટ તૂટીને બંધ થયો છે.

Share Market India: શેરબજારમાં છેલ્લા દિવસે ધબડકો, સેન્સેક્સ 233 પોઈન્ટ તૂટ્યો

author img

By

Published : Mar 25, 2022, 3:50 PM IST

અમદાવાદઃ સપ્તાહના છેલ્લા દિવસે આજે (શુક્રવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઘટાડા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 233.48 પોઈન્ટ (0.41 ટકા)ના ઘટાડા સાથે 57,362.20ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 69.80 પોઈન્ટ (0.41 ટકા) તૂટીને 17,153ના સ્તર પર બંધ થયો છે.

નિષ્ણાતોના મતે- વેલ્થસ્ટ્રિટના કોફાઉન્ડર કુનાલ મેહતાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પખવાડિયા બાદ બજારમાં માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર થશે. જો તે અપેક્ષાથી વધુ સારા જોવા મળશે. તો બજારને હાલના સમયમાં જરૂરી મોરલ સપોર્ટ મળી રહેશે. વિદેશી રોકાણકારો એકાદ-2 ટ્રેડિંગ સત્રો માટે ખરીદી દર્શાવી ફરી વેચવાલ બન્યા હતા. જોકે, FII આઉટફ્લોને સ્થાનિક સંસ્થાઓ સરળતાથી પચાવી રહી છે અને તેથી તે હાલમાં ચિંતાનો વિષય નથી.

આ પણ વાંચો- આરોગ્ય વીમા યોજનાઓમાં દાવા અથવા સંચિત બોનસ વિશે જાણો

ક્રુડના ભાવ અને રૂપિયામાં નરમાઈ બજાર માટે નજીકના સમયની ચિંતા - વેલ્થસ્ટ્રિટના કોફાઉન્ડર કુનાલ મેહતાએ વધુમાં ઉંમેર્યું હતું કે, ક્રૂડના ભાવ અને રૂપિયામાં નરમાઈ બજાર માટે નજીકના સમયની ચિંતા છે. જો રૂપિયો નવું તળિયું દર્શાવશે તો 80 સુધીનો ટાર્ગેટ જોવાઈ રહ્યો છે. તેના કારણે આયાતી ઈન્ફ્લેશન વધશે. આ સ્થિતિમાં ટ્રેડર્સ માટે IT અને ફાર્મા સેફ બેટ બની રહેશે. FMCG કંપનીઓએ ફેબ્રુઆરીમાં નોંધપાત્ર ભાવ વૃદ્ધિ દર્શાવ્યા બાદ પણ તેમને માટે ઈનપુટ કોસ્ટની ચિંતા ઊભી છે. આમ, હાલમાં FMCGથી દૂર રહેવું જોઈએ.

આ પણ વાંચો- રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદીની ઓફર પર અમેરિકાએ કહ્યું- ઈતિહાસ ભારતને ખોટી બાજુએ મૂકી દેશે

સૌથી વધુ ઉંચકાયેલા અને ગગડેલા શેર્સ - આજે દિવસભર બજાજ ઓટો (Bajaj Auto) 1.97 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 1.34 ટકા, એસબીઆઈ (SBI) 0.74 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) 0.87 ટકા, રિલાયન્સ (Reliance) -0.67 ટકા ઉંચકાયા છે. જ્યારે ટાઈટન કંપની (Titan Company) -3.61 ટકા, ટેક મહિન્દ્રા (Tech Mahindra), મારુતિ સુઝૂકી (Maruti Suzuki), આઈઓસી (IOC) -1.49 ટકા, નેસલે (Nestle) -1.42 ટકા ગગડ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.