અમદાવાદ સપ્તાહના બીજા દિવસે આજે (મંગળવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 379.43 પોઈન્ટ (0.64 ટકા)ના ઉછાળા સાથે 59,842.21ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 130.75 પોઈન્ટ (0.74 ટકા)ના વધારા સાથે 17,828.90ના સ્તર પર બંધ થયો છે. જોકે, આજે શેરબજારની (Share Market India) શરૂઆત પણ મજબૂતી સાથે થતાં દિવસભર તેજીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો ઓછી માંગને કારણે ક્રૂડ ઓઈલના વાયદામાં થયો ઘટાડો
સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ એચડીએફસી લાઈફ (HDFC Life) 4.73 ટકા, અદાણી પોર્ટ્સ (Adani Ports) 4.48 ટકા, આઈશર મોટર્સ (Eicher Motors) 3.95 ટકા, બીપીસીએલ (BPCL) 3.47 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) 3.37 ટકા.
આ પણ વાંચો વિવિધ સૂચકાંકોમાં ભારતનો રેન્ક કેટલામો છે જાણીએ એક ખાસ અહેવાલમાં
સૌથી વધુ ગગડેલા શેર્સ હિન્દલ્કો (Hindalco) -1.95 ટકા, ગ્રેસિમ (Grasim) -1.84 ટકા, એસબીઆઈ (SBI) -1.02 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) -0.79 ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ (JSW Steel) -0.66 ટકા.