મુંબઈ: ગૃહેણીઓના રસોડાનું બજેટ ખોરવાઈ શકે છે. શુક્રવારે એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ઓછા પુરવઠાને કારણે, આ મહિનાના અંત સુધીમાં છૂટક બજારમાં ડુંગળીના ભાવમાં વધારો થવાની ધારણા છે અને આગામી મહિનામાં તે 60-70 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ પહોંચી શકે છે. જો કે ઓક્ટોબરથી જ્યારે ખરીફનું આગમન શરૂ થશે ત્યારે ડુંગળીનો પુરવઠો વધુ સારો રહેશે, જેના કારણે ભાવમાં નરમાઈ આવવાની ધારણા છે. શુક્રવારે એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે.
ભાવમાં કેટલો વધારો થઈ શકે છે: ક્રિસિલ માર્કેટ ઈન્ટેલિજન્સ એન્ડ એનાલિટિક્સનાં રિપોર્ટ અનુસાર, 'માગ-પુરવઠાના અસંતુલનની અસર ઓગસ્ટના અંત સુધીમાં ડુંગળીના ભાવ પર જોવા મળવાની અપેક્ષા છે. ગ્રાઉન્ડ લેવલની મંત્રણામાંથી પ્રાપ્ત માહિતી અનુસાર સપ્ટેમ્બરની શરૂઆતથી રિટેલ માર્કેટમાં ભાવમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે અને તે 60-70 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી શકે છે. જો કે, કિંમત 2020ની ઊંચી સપાટીથી નીચે રહેશે.
તહેવારોના મહિનાઓમાં: રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓક્ટોબરથી જ્યારે ખરીફનું બજારમાં આગમન શરૂ થશે ત્યારે ડુંગળીનો પુરવઠો સારો રહેશે, જેના કારણે ભાવમાં નરમાઈ આવવાની આશા છે. એવું કહેવામાં આવ્યું છે કે, તહેવારોના મહિનાઓ (ઓક્ટોબર-ડિસેમ્બર)માં કિંમતોમાં થતી વધઘટ દૂર થવાની ધારણા છે.
આ વર્ષે ડુંગળીનું વાવેતર: આ વર્ષે જાન્યુઆરી-મે દરમિયાન ડુંગળીના ભાવમાં ઘટાડાથી ગ્રાહકોને થોડી રાહત મળી છે. જો કે, આના કારણે ખરીફ સિઝનમાં ડુંગળીના ખેડૂતોને વાવણી કરવામાં નિરાશ થયા છે. "આને ધ્યાનમાં લેતા, અમે માનીએ છીએ કે, આ વર્ષે વાવેતર વિસ્તાર 8 ટકા ઘટશે અને ડુંગળીનું ખરીફ ઉત્પાદન વાર્ષિક ધોરણે 5 ટકા ઓછું રહેશે," અહેવાલમાં જણાવાયું છે. વાર્ષિક ઉત્પાદન 29 મિલિયન ટન થવાની ધારણા છે. જે છેલ્લા પાંચ વર્ષના સરેરાશ ઉત્પાદન (2018-22) કરતાં 7 ટકા વધુ છે.
વરસાદ ડુંગળીનો ભાવ નક્કી કરશે: તેથી, ખરીફ અને રવિ ઉત્પાદન ઓછું હોવા છતાં, આ વર્ષે પુરવઠામાં મોટી અછતની કોઈ શક્યતા નથી. જો કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ ડુંગળીનો પાક અને તેની વૃદ્ધિ નક્કી કરશે.
આ પણ વાંચો: