ETV Bharat / business

Share Market India તેજી સાથે બંધ થયું શેરબજાર સેન્સેક્સ પહોંચ્યો 60000ને પાર - Share Market India News

સપ્તાહના ત્રીજા દિવસે આજે ભારતીય શેરબજાર Share Market India ઉછાળા સાથે બંધ થયું છે. આજે સેન્સેક્સ Sensex 417.92 પોઈન્ટ અને નિફ્ટી Nifty 119 પોઈન્ટની મજબૂતી સાથે બંધ થયો છે.

Share Market India તેજી સાથે બંધ થયું શેરબજાર સેન્સેક્સ પહોંચ્યો 60000ને પાર
Share Market India તેજી સાથે બંધ થયું શેરબજાર સેન્સેક્સ પહોંચ્યો 60000ને પાર
author img

By

Published : Aug 17, 2022, 3:42 PM IST

અમદાવાદ સપ્તાહના ત્રીજા દિવસે આજે (બુધવારે) ભારતીય શેરબજાર (Share Market India) ઉછાળા સાથે બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex) 417.92 પોઈન્ટ (0.70 ટકા)ના વધારા સાથે 60,260.13ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty) 119 પોઈન્ટ (0.67 ટકા)ની મજબૂતી સાથે 17,944.25ના સ્તર પર બંધ થયો છે. આ સાથે જ સેન્સેક્સ 60,000ને પાર તો નિફ્ટી 18,000ની નજીક પહોંચી ગયો છે.

આ પણ વાંચો SBIના ચેરમેને કહ્યું સપ્ટેમ્બરના અંત સુધી સ્થિતિ થશે વધુ સારી

સૌથી વધુ ઉંચકાયેલા શેર્સ બજાજ ફિન્સર્વ (Bajaj Finserv) 5.68 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) 3.41 ટકા, હીરો મોટોકોર્પ (Hero Motocorp) 3.27 ટકા, બજાજ ફાઈનાન્સ (Bajaj Finance) 3.08 ટકા, ભારતી એરટેલ (Bharti Airtel) 2.78 ટકા.

આ પણ વાંચો 2029 સુધીમાં ભારત 5 ટ્રિલિયનની અર્થવ્યવસ્થા બની શકે છે

સૌથી વધુ ગગડેલા શેર્સ એપોલો હોસ્પિટલ (Apollo Hospital) -1.09 ટકા, તાતા મોટર્સ (Tata Motors) -1.06 ટકા, એમ એન્ડ એમ (M&M) -1.04 ટકા, મારુતિ સુઝૂકી (Maruti Suzuki) -0.81 ટકા, સિપ્લા (Cipla) -0.73 ટકા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.