નવી દિલ્હીઃ કોરોના વાઈરસ કારણે લાગુ કરાયેલા લોકડાઉન દરમિયાન એપ્રિલ અને મે મહિનામાં પારલે-જી બિસ્કિટનું રેકોર્ડબ્રેક વેચાણ થયું છે.
પારલે પ્રોડક્ટના વરિષ્ઠ અધિકારી મયંક શાહે જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન ખાદ્ય રાહત પેકેટમાં એનજીઓ અને સરકારી એજન્સીઓને પારલે-જી બિસ્કિટનો સમાવેશ કર્યો હતો. કારણ કે, સ્વાસ્થ્ય માટે ગુણકારી છે અને બે રૂપિયાની નજીવી કિંમતમાં પણ ઉપલબ્ધ છે.
તેમણે કહ્યું કે, લોકડાઉન દરમિયાન બજારમાં પારલે બિસ્કિટમાં 4.5થી 5 ટકાની વૃદ્ધિ થઈ છે. છેલ્લા 30-40 વર્ષોમાં આવો વધારો જોવા મળ્યો નહોતો.
આ અગાઉ પણ ત્સુનામી અને ભૂકંપમાં જેવા સંકટમાં પારલેજીના વેચાણ વધારો જોવા મળે છે.
આઠ દાયકામાં સૌથી વધુ વેચાણ
પારલે-જી 1938થી લોકોનું મનપસંદ બ્રાન્ડ છે. લોકડાઉન દરમિયાન ઈતિહાસમાં સૌથી વધુ વેચાયેલા બિસ્કિટમાં પારલે-જીએ રેકોર્ડ બનાવ્યો છે. જો કે, પારલે-જી વેચાણના આંકડા તો નથી જણાવી શક્યા. પરંતુ એ જરૂર કહ્યું હતું કે, માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં છેલ્લા 8 દાયકાનું સૌથી વધુ વેચાણ થયું છે.
ગત વર્ષે મુશ્કેલીમાં હતી કંપની
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પારલે-જી કંપની મુશ્કેલીમાં હતી. રિપોર્ટસ અનુસાર, પારલે-જીની માગમાં ઘટાડો થયો હતો. પાંચ રૂપિયાના પેકેટની માગ સતત ઘટી રહી હતી. જેના પગલે કંપનીએ 8થી 10 હજાર કર્મચારીઓની છટણી કરી હતી. જો કે, છેલ્લા 10 મહિનામાં કંપની સ્થિતિમાં ઘણું પરિવર્તન આવ્યું છે.