નવી દિલ્હી: ભારતના સેવા ક્ષેત્રની ગતિવિધિઓની ગતિ જુલાઈ મહિનામાં ધીમી પડી છે. આ સ્પર્ધાત્મક દબાણ, ઊંચી ફુગાવો અને પ્રતિકૂળ હવામાનને કારણે છે, જેણે માંગને અસર કરી છે. બુધવારે માસિક સર્વેમાં આ માહિતી આપવામાં આવી છે. સીઝનલી એડજસ્ટેડ S&P ગ્લોબલનો ઇન્ડિયા સર્વિસીસ PMI બિઝનેસ એક્ટિવિટી ઇન્ડેક્સ (Business Activity Index) જુલાઇમાં ઘટીને 55.5 થયો હતો, જે જૂનમાં 59.2 હતો. આ ચાર મહિનામાં વૃદ્ધિની સૌથી નીચી ગતિ દર્શાવે છે.
આ પણ વાંચો: વધી શકે છે EMI, આજથી RBIની નાણાકીય સમીક્ષા બેઠક, રેપો રેટમાં સંભવિત વધારો
ક્યા કારણે વૃદ્ધિને અસર થઈ: આ સતત 12મો મહિનો છે, જ્યારે સેવા ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં વધારો થયો છે. પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સની (Purchasing Managers' Index) ભાષામાં 50 થી વધુનો સ્કોર એટલે પ્રવૃત્તિઓ વિસ્તરી રહી છે, જ્યારે 50 થી ઓછો સ્કોર સંકોચન સૂચવે છે. સર્વેક્ષણ મુજબ, જુલાઈ મહિનામાં સારા વેચાણની જાણ કરનાર સર્વિસ પ્રોવાઈડર્સે આ માટે અનુકૂળ માંગની સ્થિતિ અને જાહેરાતના લાભને આભારી છે. જોકે, સર્વેમાં ભાગ લેનારાઓએ જણાવ્યું હતું કે, તીવ્ર સ્પર્ધા અને પ્રતિકૂળ હવામાનને કારણે વૃદ્ધિને અસર થઈ હતી.
આ પણ વાંચો: Share Market India: ત્રીજા દિવસે શેરબજારમાં સામાન્ય ઉછાળો
સૌથી નીચી વૃદ્ધિ દર્શાવે: S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સનાં આર્થિક સંયુક્ત નિર્દેશક પોલિયાના ડી લિમાએ જણાવ્યું હતું કે, સ્પર્ધાત્મક દબાણ, ઊંચો ફુગાવો અને પ્રતિકૂળ હવામાને માંગને અસર કરી છે. પરિણામે, ભારતની સેવા અર્થવ્યવસ્થાની ગતિ નોંધપાત્ર રીતે ધીમી પડી છે. S&P ગ્લોબલ ઈન્ડિયા કમ્પોઝિટ PMI (Purchasing Managers' Index) પ્રોડક્શન ઈન્ડેક્સ જૂનમાં 58.2 થી ઘટીને જુલાઈમાં 56.6 થઈ ગયો, જે માર્ચ પછીની સૌથી નીચી વૃદ્ધિ દર્શાવે છે.