મુંબઈઃ વેજીટેબલ તેલની આયાતમાં 49 ટકાનો વધારો થયો છે. જેના કારણે કુલ આયાત 13.11 લાખ થઈ છે. આ આયાતમાં 2900 ટન બિનખાદ્ય તેલનો સમાવેશ થાય છે. જેની આયાત સોપ- ઓલિયો કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાંથી કરવામાં આવે છે. ખાદ્યતેલની સ્થાનિક કિંમતમાં ઘટાડાને કારણે માંગમાં ફરીથી ઉછાળો જોવા મળ્યો હતો. જે સ્થાનિક સ્તરે બહેતર ઉપલબ્ધતા છતા આયાતમાં વૃદ્ધિથી સાબિત થાય છે. ક્રુડ પામતેલની આયાત પણ જુનમાં વધીને 4.66 લાખ ટન નોંધાઈ છે.
માસિક રીપોર્ટઃ ગત મહિના દરમિયાન 3.48 લાખ ટન રહી હતી. પામોલિયનની આયાત પણ ગતમિનાના 85000 ટનથી વધીને 2.17 લાખ ટનના સ્તેર રહી છે. જે જુન મહિના દરમિયાન પામ પ્રોડક્ટમાં શાનદાર રિકવર દર્શાવે છે. જોકે, સુરજમુખીના તેલની આયાત ઘટીને 1.90 લાખ ટન રહી હતી.. જે ગત મહિના દરમિયાન 2.95 લાખ ટન જોવા મળી હતી.
મોટી સપાટીઃ SEAના ડેટા અનુસાર ઈન્ડોનેશિયા પાસેથી પામ તેલની આયાત વધીને 4.76 લાખ ટન નોંધાઈ છે. જ્યારે મલેશિયાથી માત્ર 1.54 લાખ ટન પામતેલની આયાત કરવામાં આવી છે. બ્રાઝિલથી સોયાબીન તેલની આયાત વધી રહી છે. જુન 2023 દરમિયાન 1.65 લાખ ટન તેલની આયાત કરવામાં આવી હતી. જ્યારે નવેમ્બર-જૂન દરમિયાન લેટિન અમેરિકાથી સોયાબીન તેલીન આયાતનો રેકોર્ડ 9.73 લાખ ટનની સપાટી સ્પર્શી હતી.
સીંગતેલના ભાવઃ સીંગતેલનાં ભાવમાં રૂપિયા10 નો ભાવ વધારો થયો છે. જેની સાથે સીંગતેલ ડબ્બાનો ભાવ રૂપિયા 3000 ને પાર પહોંચી ગયો છે. આ ભાવ ઐતિહાસીક સપાટીનો છે. રૂપિયા 10 ના વધારા સાથે સીંગતેલ ડબ્બાનો ભાવ રૂપિયા 3000-3010, 2910-2960 એ પહોંચ્યો છે. સીંગતેલનાં ભાવમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર ચાલું થયો છે. મગફળીની અછત અને ટુંકા ગાળાનાં માલ આવે તેમ ન હોવાથી તહેવારોનાં આવતા બે મહિનાઓ માલખેંચ વધુ વકરશે. તેવી આશંકાથી ભાવો સતત વધી રહ્યા છે. જયારે અન્ય તેલનાં ભાવ આજે સ્થિર છે.