ETV Bharat / business

Stock market Update : ભારતીય શેરબજારની મજબૂત શરૂઆત, BSE Sensex 71,600 અને NSE Nifty 21,500 ને પાર

27 ડિસેમ્બર, બુધવારના રોજ કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE Sensex 156 પોઈન્ટના વધારા સાથે 71,492 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty 0.27 ટકાના વધારા સાથે 21,498 પર ખુલ્યો હતો. Stock market Update

Stock market Update
Stock market Update
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 27, 2023, 10:18 AM IST

મુંબઈ : 27 ડિસેમ્બર, બુધવારના રોજ ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું છે. શરૂઆતી કારોબારમાં જ BSE Sensex 71,600 અને NSE Nifty 21,500 ને પાર થયા છે. પ્રી-ઓપનિંગ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી ઊંચા સ્તરે ટ્રેડ થયા હતા. આજે BSE Sensex ગતરોજના 71,336 બંધ સામે 156 પોઈન્ટના વધારા સાથે 71,492 ના મથાળે ખુલ્યો હતો. જ્યારે NSE Nifty પણ ગતરોજના 21,441 બંધ સામે 57 પોઈન્ટના (0.2 %) વધારા સાથે 21,498 પર ગ્રીન ઝોનમાં ખુલ્યો હતો.

Indian stock market : આજના ટ્રેડિંગ દરમિયાન અદાણી એનર્જી, એસજેવીએન, ઝાયડસ લાઇફ ફોકસમાં રહેશે. ઉપરાંત અદાણી એનર્જી પણ ફોકસમાં રહેશે. શરૂઆતથી જ શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. અદાણી એનર્જી 1.38 ટકાના ઉછાળા સાથે રૂ. 1,622.25 પર ટ્રેડ કરી રહ્યો છે. ફેડરલ રિઝર્વ માર્ચ બાદ જલ્દીથી વ્યાજ દરમાં ઘટાડો કરવાનું શરૂ કરશે તે આશાથી 2023 ના અંતિમ સપ્તાહમાં યુએસ શેરોએ ગતરોજ તેજી વલણને જાળવી રાખ્યું હતું. સારા વૈશ્વિક સંકેતોને કારણે ભારતીય શેરબજારના મુખ્ય સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. આઈટી, મેટલ અને સરકારી બેન્કિંગ સેક્ટરમાં મહત્તમ ખરીદી નોંધાઈ રહી છે. નિફ્ટીમાં ડિવિસ લેબ અને અલ્ટ્રાટેક સિમેન્ટ વધ્યા છે. જ્યારે હીરો મોટો ટોપ લૂઝર છે.

Global commodity market : ડોલર ઇન્ડેક્સ 5 મહિનાની નીચી સપાટીએ 101 ની નજીક છે. જ્યારે ક્રૂડ ઓઈલ 2% ના ઉછાળા સાથે 80 ડોલરને પાર કરી ગયો છે. બ્રેન્ટ ક્રૂડ 4 સપ્તાહની ટોચ પર છે અને લાલ સમુદ્રમાં જહાજો પર વધતા હુમલાને કારણે સપ્લાય પ્રભાવિત થવાની ભીતિ યથાવત છે. બુલિયનમાં ટ્રેડિંગના અવસર વધી રહ્યા છે તથા ક્રિસમસની લાંબી રજાઓ બાદ આજે LME ખુલશે.

American stock market : અમેરિકન બજારોમાં મજબૂત વલણ સાથે ભારે એક્શન જોવા મળ્યું હતું. DOW માં 160 પોઈન્ટનો ઉછાળો અને નેસ્ડેક 0.5 % વધીને ટ્રેન્ડ થયો હતો. આ ઉપરાંત સ્મોલ અને મિડકેપમાં મજબૂત એક્શન સાથે રસેલ 2000 1.25 % ઉછાળો નોંધાયો હતો. તમામ 11 સેક્ટરમાં ભારે લેવાલી નોંધાઈ જેમાં બેંકિંગ અને આઈટી સેક્ટરમાં સૌથી વધુ એક્શન નોંધાઈ છે.

મંગળવારનો કારોબાર : ગતરોજ ટ્રેડિંગ સપ્તાહના બીજા દિવસે શેરબજાર લીલા નિશાન પર બંધ થયું હતું. BSE પર સેન્સેક્સ 280 પોઈન્ટના વધારા સાથે 71,387 પર બંધ રહ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.49 ટકાના વધારા સાથે 21,454 પર બંધ થયો. ટ્રેડિંગ દરમિયાન ઈન્ફોર્મેશન ટેક્નોલોજી સિવાય અન્ય તમામ સૂચકાંકો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. દિવસ દરમિયાન દિવીજ લેબોરેટરીઝ, હીરો મોટોકોર્પ, એનટીપીસી, એમ એન્ડ એમ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જેની સામે બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, ઇન્ફોસિસ, ટીસીએસમાં ઘટાડા સાથે કારોબાર થયો છે.

  1. Stock Market Closing Bell : ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે તેજી, BSE Sensex માં 280 પોઈન્ટનો ઉછાળો
  2. Year Ender 2023 : 2023ના વર્ષમાં ટુ વ્હીલર માર્કેટમાં આ શ્રેષ્ઠ બાઇકો લોન્ચ કરવામાં આવી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.