ETV Bharat / business

Indian Economy : અશ્વિની વૈષ્ણવે કહ્યું, બે વર્ષમાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે - IT MINISTER ASHWINI VAISHNAV

કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપ સરકારે 9 વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર આયોજિત એક કોન્ફરન્સમાં કેન્દ્રીય માહિતી ટેકનોલોજી અને સંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવે ભારતીય અર્થવ્યવસ્થાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, બે વર્ષમાં ભારત વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

Etv BharatIndian Economy
Etv BharatIndian Economy
author img

By

Published : May 28, 2023, 11:41 AM IST

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકાર દ્વારા લેવામાં આવેલી નીતિઓ અને જમીની સ્તરના પગલાંને કારણે ભારત બે વર્ષમાં વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તૈયાર છે, કેન્દ્રીય માહિતી ટેકનોલોજી અને સંચાર પ્રધાન અશ્વિની વૈષ્ણવે શનિવારે અહીં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મોદી સરકાર આવ્યા બાદ 2014થી દેશમાં ઝડપથી સામાજિક અને આર્થિક પરિવર્તન આવ્યું છે. વૈષ્ણવે, જેઓ રેલ્વે મંત્રાલયની જવાબદારી પણ સંભાળી રહ્યા છે, તેમણે કહ્યું કે ભારતને વૈશ્વિક સ્તરે એક આકર્ષક સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે અને વિશ્વ ભારતમાં વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે.

2 વર્ષમાં ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થાઃ તેમણે કહ્યું કે 2014માં મોદી સરકાર સત્તામાં આવ્યા બાદ ભારત 10માં સ્થાનેથી 5માં સ્થાને પહોંચી ગયું છે અને બે વર્ષમાં દેશ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. વૈષ્ણવે કહ્યું, "છ વર્ષની અંદર, ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે." તેઓ મોદી સરકારના નવ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે આયોજિત કોન્ફરન્સમાં બોલતા હતા. તેમણે એમ પણ કહ્યું કે, 2047 સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે.

ભારતીય અર્થતંત્ર પર યુએન રિપોર્ટ: મજબૂત સ્થાનિક માંગને કારણે, ભારતીય અર્થતંત્ર 2024 ના કેલેન્ડર વર્ષમાં 6.7 ટકાના દરે વૃદ્ધિની અપેક્ષા છે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટમાં આ અનુમાન લગાવવામાં આવ્યું છે. જો કે, આ સાથે, અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઊંચા વ્યાજ દરો અને નબળી બાહ્ય માંગને કારણે આ વર્ષે દેશના રોકાણ અને નિકાસને અસર થશે. 'વૈશ્વિક આર્થિક સ્થિતિ અને 2023ના મધ્ય સુધીમાં સંભાવનાઓ' શીર્ષક હેઠળનો યુએનનો અહેવાલ મંગળવારે અહીં બહાર પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:

  1. India Growth Rate : દુનિયા મંદીની આરે છે, ભારતીય અર્થવ્યવસ્થા માટે ખુલ્લું આકાશ, જાણો આંકડા
  2. IT Return: 2022-23 માટે તમારું IT રિટર્ન ફાઇલ કરી રહ્યાં છો? આ ભૂલો ટાળો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.