નવી દિલ્હી કેન્દ્ર સરકાર જાહેર ક્ષેત્રના ઉપક્રમો (Public Sector Undertakings) દ્વારા પરત કરવામાં આવેલી 17 ખાણોની હરાજી (Auction of 17 mines) કરવાની યોજના બનાવી રહી છે. મંગળવારે આ માહિતી આપતા કોલસા અને ખાણ પ્રધાન પ્રહલાદ જોશી (Pralhad joshi mines auction) એ જણાવ્યું હતું કે, આ બ્લોક્સ હજુ ચાલુ થવાના બાકી છે. સરકાર સ્થાનિક કોલસાના ઉત્પાદનને વેગ આપવાના પ્રયાસો કરી રહી છે, જેથી વિવિધ વિસ્તારોમાં સુકા ઈંધણની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી શકાય. આ મામલે આ નિવેદન મહત્વનું સામે આવ્યું છે.
આ પણ વાંચો Share Market India ફરી ઘટાડા સાથે શરૂ થયું શેરબજાર
મોટી સંખ્યામાં ખાણો છે જોશીએ કહ્યું, એક દિવસ પહેલા રવિવારે મને 17 બ્લોક્સ પાછા મળ્યા અને આ ખૂબ જ સારા બ્લોક્સ છે અને હવે હું તેને હરાજી માટે મૂકી રહ્યો છું. એનએમડીસી (National Mineral Development Corporation Pvt Ltd) અને એફઆઈસીસીઆઈ (Federation of Indian Chambers of Commerce & Industry) દ્વારા આયોજિત ભારતીય ખનિજ અને ધાતુ ઉદ્યોગ પરની કોન્ફરન્સમાં બોલતા, તેમણે કહ્યું કે, ઘણા PSUs પાસે દેશમાં કોલસા જેવા ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં ખાણો છે.
આ પણ વાંચો સંસદીય સમિતિએ આ મોટી ટેક કંપનીઓને બોલાવી
ખાણોની હરાજી કરાશે સરકારે આ PSUsમાંથી આવી તમામ ખાણો પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો છે, જે પાંચથી છ વર્ષ વીતી જવા છતાં ચાલુ કરવામાં આવી નથી. આ ખાણોની હરાજી કરવામાં આવશે. જોશીએ કહ્યું, મેં કેટલાક રાજ્યોના મુખ્ય પ્રધાનો અને પ્રધોનો સાથે વાત કરી છે અને તેમને ખાણો સાથે કામ ન કરવા વિશે પૂછ્યું છે. આ ખાણો 10 થી 15 વર્ષ પછી પણ કાર્યરત થઈ નથી. જોશીએ એમ પણ કહ્યું કે, તેમનું મંત્રાલય વૃક્ષો કાપ્યા વિના ખાણોની શોધ કરવા માટે પર્યાવરણ અને વન મંત્રાલય સાથે પરામર્શ કરી રહ્યું છે.