ETV Bharat / business

વિદેશી હુંડિયામણ અનામતમાં 2 વર્ષનો સૌથી મોટો ઘટાડો

author img

By

Published : Oct 29, 2022, 9:23 AM IST

Updated : Oct 29, 2022, 10:45 AM IST

તારીખ 21 ઓક્ટોબરના રોજ સપ્તાહના અંત સાથે દેશના વિદેશી હુંડિયામણના અનાતમાં 3.847 અબજ ડોલરનો ઘટાડો (Indias forex reserves fall) થયો છે. આ ઘટાડા બાદ હવે વિદેશી હુંડિયામણના અનાત (Indias forex reserves) ઘટીને 524.52 બિલિયન ડોલર થઈ ગયો છે.

વિદેશી મુદ્રા ભંડાર 3.847 ડોલર બિલિયન ઘટીને 524.52 બિલિયન ડોલર પર પહોંચ્યો

મુંબઈ: તારીખ 21 ઓક્ટોબરે પૂરા થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હુંડિયામણના અનાત 3.847 બિલિયન ડોલર ઘટીને (Indias forex reserves fall) 524.52 બિલિયન ડોલર થઈ ગયું છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા આંકડા પરથી આ માહિતી મળી છે. તેના કારણે વિદેશી હુંડિયામણના અનાત (Indias forex reserves) અગાઉના સપ્તાહમાં 4.50 અબજ ડોલર ઘટીને 528.37 અબજ ડોલર થયો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી વિદેશી હુંડિયામણના અનાતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

દેશના રિઝર્વમાં ઘટાડો: દેશના રિઝર્વમાં ઘટાડાનું મુખ્ય કારણ એ છે કે, સેન્ટ્રલ બેંક રૂપિયાના ઘટાડાને રોકવા માટે કરન્સી રિઝર્વની મદદ લઈ રહી છે. શુક્રવારે રિઝર્વ બેંક દ્વારા જાહેર કરાયેલા સાપ્તાહિક ડેટા અનુસાર 21 ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી ચલણ અસ્કયામતો (FCAs), જે અનામતનો મહત્વપૂર્ણ ઘટક માનવામાં આવે છે, 3.593 બિલિયન ડોલર ઘટીને 465.075 બિલિયન ડોલર થઈ ગઈ છે.

વિદેશી મુદ્રા ભંડાર: માહિતી અનુસાર, મૂલ્યના સંદર્ભમાં દેશનો સોનાનો ભંડાર 247 મિલિયન ડોલર ઘટીને 37,206 અબજ ડોલર થયો છે. સેન્ટ્રલ બેંકે કહ્યું કે, સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDRs) 7 મિલિયન ડોલર વધીને 17.44 બિલિયન ડોલર થઈ ગયા છે. જુલાઈ 2020 પછી દેશના વિદેશી હુંડિયામણના અનાતમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. 1 વર્ષમાં ભારતના વિદેશી હુંડિયામણના અનાતમાં 116 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે. 1 વર્ષ પહેલા ઓક્ટોબર 2021માં દેશનો વિદેશી હુંડિયામણના અનાતમાં 645 અબજ ડોલરની ટોચે પહોંચી ગયો હતો. દેશના કરન્સી ફંડમાં ઘટાડાનું મુખ્ય કારણ રૂપિયાના ઘટાડાને રોકવાનો પ્રયાસ માનવામાં આવે છે.

Last Updated : Oct 29, 2022, 10:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.