નવી દિલ્હી: આપને જણાવી દઈએ કે, સુષષચંદ્ર એસ્સેલ ગ્રુપ સાથે સંકળાયેલા છે, જ્યારે નરેશ ગોયલ જેટ એરવેઝ સાથે સંકળાયેલા છે. ઉલ્લેખનીય છે કે, એસ્સેલ ગ્રૂપ પાસે પણ યસ બેંકના 8 હજાર 400 કરોડ રૂપિયા બાકી નીકળે છે.
સોમવારે EDના અધિકારીઓએ કહ્યું કે અનિલ અંબાણીને 16 માર્ચે મુંબઈની બલાર્ડ એસ્ટેટ વિસ્તારમાં આવેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ઓફિસમાં હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. EDએ જણાવ્યું કે, અંબાણી ગ્રુપની કંપનીઓ એ મોટી કંપનીઓમાં શામેલ છે, જેમની લોન કથિત રીતે ખરાબ પરફોર્મ કરી રહેલી બેંકમાંથી લીધા બાદ એનપીએ અથવા નોન પરફોર્મિંગ એસેટ્સમાં ફેરવાઈ ગઈ છે.