મુંબઇ: વૈશ્વિક બજારોના સકારાત્મક સંકેતો વચ્ચે ઉર્જા,ઇન્ફરમેશન ટેકનોલોજી (આઇટી) અને બેન્કિંગ શેરોમાં થયેલા વધારાને પગલે સ્થાનિક શેરબજારમાં ગુરુવારે સતત ચોથા દિવસે પણ ઉછાળો રહ્યો છે અને સેન્સેક્સ 997 અંક વધ્યો હતો.
BSEના 30 શેરો વાળા સંવેદનશીલ સૂચઆંક કારોબાર દરમિયાન 1,167 પોઇન્ટના વધારા પછી, અંશત: 997.46 અંક એટલે કે 3.05 ટકાના વધારા સાથે 33,717.62 પર બંધ થયા છે. કારોબાર દરમિયાન, તે દિવસના ઉચ્ચતમ સ્તર 33,887.25 પોઇન્ટ સુધી પહોંચ્યો હતો.
એવી જ રીતે, એનએસઈ નિફ્ટી 306.55 પોઇન્ટ એટલે કે 3.21 ટકા વધીને 9,859.90 પર બંધ થયું હતું.
સેન્સેક્સની કંપનીઓમાં ઓએનજીસીમાં 13 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ ઉપરાંત એચસીએલ ટેક, હીરો મોટો કોર્પ, એનટીપીસી, ટીસીએસ, એમ એન્ડ એમ, ઇન્ફોસીસ અને મારુતિ સુઝુકીના શેરમાં પણ વધારો થયો છે. ત્રિમાસિક પરિણામ જાહેર થતા પહેલા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ટેક મહિન્દ્રાના શેરમાં આશરે 3 ટકાનો વધારો થયો છે.