મુંબઇઃ ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ 17 એપ્રિલે 10 કલાકે મીડિયાને સંબોધિત કરવાના હતા. આ સમાચાથી ભારતીય શેર બજારમાં શરુઆતના કારોબારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
વિદેશી બજારોથી મળેલા મજબુતીના સંકેતથી ઘરેલુ શેર બજારમાં શુક્રવારે કારોબારની શરુઆત તેજીથી થઇ હતી. શરુઆતના કારોબાર દરમિયાન સેન્સેક્સ 1000 અંક પર ઉછળ્યો હતો અને નિફ્ટીમાં પણ 300 પોઇન્ટ્સનો વધારો જોવા મળ્યો હતો.
આ પહેલા ગુરૂવારે BSEના 30 શેરવાળો સેન્સેક્સ દિવસમાં કારોબાર દરિમયાન 784 અંક પર ઉપર-નીચે થયા બાદ અંતમાં 222.80 અંક એટલે કે, 0.73 ટકાના વધારા સાથે 30,602.61 અંક પર બંધ થયો હતો.
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 67.50 પોઇન્ટ સાથે 0.76 ટકાના વધારા સાથે 8,992.80 અંક પર બંધ થયો હતો.