આ સાથે જ BSEના 30 શેર આધારિત પ્રમુખ સૂચઆંક સેનસેક્સ 40,312 ની ઉચ્ચ સપાટીને પાર કરી ગયું હતું. સવારે 10.56 વાગ્યે સેન્સેક્સ આશરે 260 પોઇન્ટના વધારા સાથે 40,313 પર કારોબાર કરી રહ્યો હતો. સાથે જ NSE 50 શેર પર આધારિત નિફ્ટીમાં પણ 74 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને 11,900 ના સ્તર ઉપર કારોબાર રપી રહ્યું હતું.
શરૂઆતના કારોબારમાં સેન્સેક્સના ટોપ ગેઇનર્સમાં એસબીઆઈ, ઇન્ફોસીસ, આઇટીસી, સન ફાર્મા, એચડીએફસી બેન્ક અને આઈસીઆઈસીઆઈ બેન્કનો સમાવેશ થાય છે, જેમાં 2.64 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
બીજી તરફ ભારતી એરટેલ, એક્સિસ બેન્ક, M&M, પાવરગ્રિડ અને યસ બેન્ક 0.92 ટકા સુધી ગબડ્યા હતા.