બંનેએ આ વિષયમાં ખાનગી ભાગીદારી-પેસેન્જર ટ્રેનોની ચર્ચાને લઇને પરીપત્ર તૈયાર કર્યો છે. જેમાં 100 રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેના પર ખાનગી એકમો 150 ગાડીઓને ચલાવવાની મંજુરી આપવામાં 22500 કરોડ રૂપયાનું રોકાણ કરી શકે છે.
આ તમામ રૂટમાં જેવા કે મુંબઇ સેન્ટ્રલ-નવી દિલ્હી, નવી દિલ્હી-પટના, અમદાવાદ-પુણે અને દાદર-વડોદરા પણ સામેલ છે. આ 100 રૂટને 10-12 ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. દસ્તાવેજ અનુસાર, ખાનગી કંપનીઓને પોતાની ગાડીઓમાં બજાર મુજબ ભાડા વસુલવાની છુટ હશે.