આ નાણાકિય વર્ષ 2019-20ના પ્રથમ ક્વાટરમાં દેશનો આર્થિક વૃદ્ધિ દર ઘટીને 5 ટકા પર આવી ગયો છે. આ આંકડો છેલ્લા 6 વર્ષનો સૌથી નિમ્ન કક્ષાનો છે.
નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER)નું અનુમાન છે કે, આ વર્ષ દરમિયાન પણ GDP ગ્રોથ પર ઘટીને 4.9 ટકા થઈ જશે, જે 2018-19માં 6.8 ટકા હતું.
NCAERએ કહ્યું કે, આ બાબતને કારણે નાણાકિય નીતિઓની વૃદ્ધીમાં સુધારો થવાની કોઈ અપેક્ષા નથી. NCAERએ આ સિવાય નાણાકિય પ્રોત્સાહન આપવાનું સૂચન કર્યું છે.
NCAERના પ્રતિષ્ઠિત સાથી સુદીપ્તો મંડળે કહ્યું કે, 'વૃદ્ધી દરમાં ઘટાડો થયો છે કે, નહિં એ વાતની ખબર ત્યારે જ પડશે, જ્યારે 2 અઠવાડિયા બાદ બીજા ક્વાટરના આંકડા આવશે. હાલમાં જે વૃદ્ધી દરમાં ઘટાડો થયો છે. તે મંદીને કારણે થયો છે એ એક કારણ પણ લાગી રહ્યું છે. જેને નાણાકિય પ્રયાસોથી દૂર કરી શકાય છે.'
સુદીપ્તો મંડળે વધુમાં કહ્યું કે, 'તે કરવાની રીત છે. અમારી પાસે એક મજબુત નેતા છે. એક મોટું નાણાકીય ક્ષેત્ર છે જેનો ઉપયોગ થયો નથી. કેટલાક લોકોનું કહેવુ છે કે, હવે નાણાકીય ક્ષેત્રમાં કોઈ અવકાશ બાકી નથી, તે કહેવું ફ્કત એક કોરી કલ્પના છે'