ETV Bharat / business

MTAR ટેક્નોલોજિસની ઇક્વિટી શેર્સનો આઈપીઓ 3 માર્ચ, 2021ના રોજ ખૂલશે - MTAR Technologies Ltd.

હૈદરાબાદ સ્થિત પ્રિસિઝન એન્જિનિયરિંગ સોલ્યુશન્સ કંપની,MTAR ટેક્નોલોજિસ તેના ઇક્વિટી શેર્સની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ)ની બિડ/ઓફર બુધવાર, 3 માર્ચ, 2021ના રોજ ખૂલ્લી મૂકશે અને શુક્રવાર 5 માર્ચ, 2021ના રોજ બંધ થશે.

MTAR ટેક્નોલોજિસની ઇક્વિટી શેર્સનો આઈપીઓ 3 માર્ચ, 2021ના રોજ ખૂલશે

author img

By

Published : Feb 26, 2021, 8:14 PM IST

  • પ્રત્યેક રૂપિયા 10ની ફેસ વેલ્યૂના ઇક્વિટી શેરની પ્રાઈઝ બેન્ડ Rs.574–575
  • બિડ/ઓફર તારિખ 3 માર્ચ, 2021 ખૂલશે અને બિડ/ઓફર સમાપ્તિ તારિખ 5 માર્ચ, 2021
  • ન્યૂનતમ બિડ લોટ 26 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 26 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં છે

અમદાવાદઃ MTAR ટેકનોલોજિસ કંપની તેના શેરનો આઈપીઓ લઈને મૂડી બજારમાં પ્રવેશ રહી છે. કંપની સ્વચ્છ ઊર્જા, પરમાણુ અને અવકાશ તથા સંરક્ષણ ક્ષેત્રોની જરૂરીયાત પૂરી કરવા મિશન ક્રિટિકલ પ્રિસિઝન કોમ્પોનન્ટ્સ અને મહત્ત્વની એસેમ્બલીઝનું ઉત્પાદન અને વિકાસ કરે છે. ઓફર માટેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ Rs. 574–Rs. 575 નક્કી કરવામાં આવી છે.

કંપનીનો આ ફ્રેશ ઈસ્યુ છે

આઈપીઓ Rs. 10ની ફેસ વેલ્યુના 21,48,149 ઇક્વિટી શેરોનો ફ્રેશ ઇશ્યુ છે, જે કુલ મળીને 124 કરોડનો છે અને વેચાણકર્તા શેરહોલ્ડર્સ દ્વારા પ્રત્યેક Rs.10ની ફેસવેલ્યુના કુલ મળીને Rs.473 કરોડના 8,224,270 સુધી ઓફર ફોર સેલ છે. કંપની ફ્રેશ ઇશ્યુમાંથી ચોખ્ખી ઉપજનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલા ઋણની ચુકવણી કરવામાં, કાર્યકારી મૂડી આવશ્યકતાઓ માટે નાણાં ફાળવવા તથા સામાન્ય કોર્પોરેટ હેતુ માટે કરવાની દરખાસ્ત છે.

MTAR ટેક્નોલોજિસની ઇક્વિટી શેર્સનો આઈપીઓ 3 માર્ચ, 2021ના રોજ ખૂલશે
MTAR ટેક્નોલોજિસની ઇક્વિટી શેર્સનો આઈપીઓ 3 માર્ચ, 2021ના રોજ ખૂલશે

કંપની અનેક પ્રકારના ઉત્પાદનોમાં જોડાયેલી

MTAR ટેક્નોલોજિસના મુખ્ય પોર્ટફોલિયોમાં સ્વચ્છ ઊર્જા ક્ષેત્રના ત્રણ પ્રકારનાં ઉત્પાદનો, અણુ ક્ષેત્રના 14 પ્રકારનાં ઉત્પાદનો અને અવકાશ તથા સંરક્ષણ ક્ષેત્રોના 6 પ્રકારના ઉત્પાદનોનો સમાવેશ છે. મોટાભાગના કેસોમાં નિયત સમયમર્યાદામાં કડક ગુણવત્તાની આવશ્યકતાવાળા જટિલ ઉત્પાદનોની ડિલિવરીથી એમટીઆરે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (એનપીસીઆઈએલ), સ્પેશ રીસર્ચ ઓર્ગનાઇઝેશન (ઇસરો), ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશન (ડીઆરડીઓ), અને બ્લૂમ એનર્જી (યુએસએ) જેવા ગ્રાહકો સાથે લાંબા ગાળાના સંબંધ મેળવ્યા છે. ઇશ્યૂના બીઆરએલએમ તરીકે જેએમ ફાઇનાન્શિયલ અને આઈઆઈએફએલ સિક્યોરિટીઝની નિમણૂક કરવામાં આવી છે. કંપનીનું નેતૃત્વ MTAR ટેકનોલોજિસ લિમિટેડના પ્રમોટર અને મેનેજિંગ ડિરેક્ટર પર્વત શ્રીનિવાસ રેડ્ડી દ્વારા કરવામાં આવે છે, જેઓ 29થી વધુ વર્ષનો કામનો અનુભવ ધરાવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.