- દિલ્હી હાઈકોર્ટે સોમવારે ફ્યુચર રિટેલ લિમિટેડ કંપની પર આદેશ આપ્યો
- યુ.એસ. સ્થિત ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોન દ્વારા વાંધો ઉઠાવાયો
- 18 માર્ચના ચુકાદાને પડકારતી ફ્યુચર ગ્રૂપની અપીલ પર નોટિસ ફટકારી
નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે સોમવારે ફ્યુચર રિટેલ લિમિટેડને તેના વ્યવસાયને વેચવા માટે 24,713 કરોડ રૂપિયાના સોદા સાથે આગળ વધતા અટકાવનારા એક જજના આદેશ પર સ્ટે આપ્યો હતો. જેને યુ.એસ. સ્થિત ઇ-કોમર્સ જાયન્ટ એમેઝોન દ્વારા વાંધો ઉઠાવાયો હતો.મુખ્ય ન્યાયાધીશ ડી એન પટેલ અને ન્યાયાધીશ જસમીત સિંઘની ડિવિઝન બેંચે પણ એમેઝોનને સોદા અંગેના સિંગલ જજની 18 માર્ચના ચુકાદાને પડકારતી ફ્યુચર ગ્રૂપની અપીલ પર નોટિસ ફટકારી હતી.
આ પણ વાંચો : મુકેશ અંબાણીના ઘર નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળી આવી
સિંગલ ન્યાયાધીશના આદેશ પર પણ સ્ટે મુક્યો
ફ્યુચર ગ્રુપ કિશોર બિયાની અને અન્યની સંપત્તિ જોડાવાની માંગણી કરનારા સિંગલ ન્યાયાધીશના આદેશ પર પણ સ્ટે મુક્યો હતો. તેમને 28 એપ્રિલે કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો હતો. સિંગાપોલી ન્યાયાધીશનો આદેશ 25 ઓક્ટોબર, 2020ના રોજ સિંગાપોરની ઇમરજન્સી આર્બિટ્રેટર દ્વારા ફ્યુચર રિટેલને તેના 24,713 કરોડ રૂપિયાના સોદા સાથે રિલાયન્સ રિટેલના સોદા સાથે આગળ વધવાાનો હતો. તે અટકાવવાના નિર્દેશનની માંગણી એમેઝોનની અરજી પર આવ્યો હતો.
આ પણ વાંચો : લાખોની કિંમતની ગાડીઓ ચલાવવાનો આનંદ માણી શકાશે જાણો કેવી રીતે