નવી દિલ્હી: ઓનલાઇન માલના સપ્લાય માટે એક પ્લેટફોર્મ પૂરું પાડતી એમેઝોન ઇન્ડિયા હવે સ્વિગી અને જોમાટો જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરવા તૈયાર છે. કંપનીએ ગુરુવારે કહ્યું કે તે બેંગલુરુના કેટલાક વિસ્તારોમાં ખાદ્ય ચીજોની સપ્લાય કરવા માટે કામગીરી શરૂ કરી રહી છે.
એમેઝોન ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું, "ગ્રાહકો છેલ્લા કેટલાક સમયથી અમને કહેતા આવ્યા છે કે તેઓ એમેઝોનથી ફૂડ ઓર્ડર કરે છે, જેમાં જરૂરી ચીજોની ખરીદીનો પણ સમાવેશ થાય છે. હાલમાં, જ્યારે લોકો ઘરોમાં છે, ત્યારે આ કાર્ય શરૂ કરવું યોગ્ય કાર્ય છે. એમ પણ માનીએ છીએ કે આ સમયે સ્થાનિક ઉદ્યોગપતિઓને તમામ શક્ય સહાયની જરૂર છે. "
પ્રવક્તાએ કહ્યું કે બેંગલુરુના અમુક વિસ્તારોમાં એમેઝોન ફૂડ શરૂ કરશે.જેથી, ગ્રાહકો કેટલાક સ્થાનિક ઓનલાઇન ઓર્ડર લેતી રેસ્ટોરેન્ટમાંથી ફૂડ મંગાવશે. ત્યારે આ કાર્યમાં સ્વચ્છતાનો પણ ધ્યાન રાખવામાં આવશે.તેમણે કહ્યું કે, અમે સલામતીના ઉચ્ચ ધોરણો ધ્યાન રાખી રહ્યા છીએ જેથી અમારા ગ્રાહકો સલામત રહે. આ સેવા શરૂઆતમાં બેંગ્લોરના ચાર પિન કોડ્સમાં ઉપલબ્ધ હશે . મહાદેવપુરા, મરાથલી, વ્હાઇટફિલ્ડ અને બેલાદુર અને 100થી વધુ રેસ્ટોરન્ટ તેના કાર્યક્ષેત્રમાં આવશે.