ETV Bharat / business

#YesBank, યસ બેંકના ગ્રાહકો માટે સારાં સમાચાર, SBI 2,450 કરોડનું કરશે રોકાણ - Yes Bank

યસ બેંકના ગ્રાહકો માટે સારાં સમાચાર આવ્યાં છે. જેમાં SBI 2,450 કરોડનું રોકાણ કરશે. RBIએ આ રિકન્ટ્રક્શન સ્કીમ હેઠળ કહ્યું કે, યસ બેન્કના કર્મચારીઓની નોકરી પર કોઈ ખતરો નથી. જે પણ સુવિધાઓ મળી રહી છે તે ચાલુ રહેશે.

YesBank
યસ બેંકના ગ્રાહકો માટે સારાં સમાચાર, SBI 2,450 કરોડનું કરશે રોકાણ
author img

By

Published : Mar 7, 2020, 3:10 PM IST

મુંબઈ: યસ બેન્કના ખાતાધારકો પર સંકટના વાદળો ધેરાયા છે. જેથી ખાતેધારોમાં દોડધામ મચી ગઈ છે. આવા સંજોગામાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ યસ બેન્કને બચાવવા માટે રિકન્ટ્રક્શન પ્લાન તૈયાર કર્યો છે. જેના પર બેન્કના શેર હોલ્ડર્સ, રોકાણકારો અને યસ બેંક અને એસબીઆઈ પાસે સલાહ સૂચનો માંગવામાં આવ્યાં છે. RBIએ ‘યસ બેન્ક રિકન્ટ્રક્શન સ્કીમ 2020’ નામ આપ્યું છે. જેમાં કેટલીક શરતો પણ રાખી છે. પોતાની સ્કીમમાં RBIએ જણાવ્યું છે કે, SBIએ બેન્કનો 49 ટકા હિસ્સો લેવો પડશે. આ ભાગીદારી ત્રણ વર્ષ માટે રહેશે, ત્રણ વર્ષ બાદ આ ભાગીદારી 26 ટકાથી નીચે રાખી શકે છે. આ સાથે અધિગ્રહણ કરનાર બેન્ક એસબીઆઈએ યસ બેન્કના શેર 10 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી લેવા પડશે.

આ અંગે SBIના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે, બેન્કમાં થાપણદારોના નાણાં સંપૂર્ણ સુરક્ષિત છે. SBI ટૂંક સમયમાં યસ બેન્કમાં 2,450 કરોડનું રોકાણ કરશે. SBIના બોર્ડે યસ બેન્કમાં 49 ટકા સુધીનો હિસ્સો મેળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ યોજના પર કાયદા બાબતની ટીમ કામ કરી રહી છે. જેમાં બે રૂપિયા ફેસ વેલ્યુ હશે અને આઠ રૂપિયા પ્રીમિયમ વેલ્યૂ. આ સાથે સૌથી મોટી વાત એ છે કે, RBIએ આ રિકન્ટ્રક્શન સ્કીમ હેઠળ કહ્યું કે, યસ બેન્કના કર્મચારીઓની નોકરી પર કોઈ ખતરો નથી. તેમને જે પણ સુવિધાઓ મળી રહી છે તે મળતી રહેશે.

યસ બેન્ક સંકટ પર કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે યસ બેન્કના ગ્રાહકોને વિશ્વાસ આપ્યો હતો. તેમણે કહ્યું કે, અમે ખાતાધારકોના પૈસા ડૂબવા નહી દઇએ. ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે. ગ્રાહકોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. રિઝર્વ બેન્કના અધિકારીઓ સમાધાન કાઢવા માટે મહેનત કરી રહ્યા છીએ. RBIએ પ્રાઇવેટ ક્ષેત્રની યસ બેન્ક પર એક મહિનાની અંદર 50 હજાર રૂપિયા ઉપાડવાની લિમિટ લગાવતા તેના ગ્રાહકોમાં દોડધામ મચી ગઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.