તેમણે કહ્યું કે ગ્રોથ રેટમાં સુધારો થશે જેમાં 2020 અને 2021માં 6.6 ટકા અને 6.7 ટકા સુધી થશે.આ પહેલા રિઝર્વ બેંકે પણ નરમ દેશની આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન 6.1 ટકા કર્યું છે. વર્લ્ડબેંકે પણ તે અનુમાન ઘટાડીને 6 ટકા કરી દીધું છે. એશિયન ડેવલપમેન્ટ બેંકે પણ 2019-20 માટે ભારતની વિકાસ દરનું અનુમાન 6.5 ટકા ઘટાડીને 5.1 ટકા કર્યું છે.
મૂડીઝે શુક્રવારે એક રિપોર્ટમાં કહ્યું કે, રોજગારની ધીમી વૃદ્ધિદરનો ઉપભોગ પર અસર પાડી રહ્યું છે. વૃદ્ધિદરમાં તે બાદ સુધારો થશે અને તે 2020 અને 2021માં ક્રમશ: 6.6 ટકા અને 6.7 ટકા રહી શકે છે. જો કે વૃદ્ધિદર સુધાર બાદ પણ પહેલાની તુલનામાં ઓછી બની રહેશે. મૂડીઝના રિપોર્ટ અનુસાર, અમે 2019 માટે ભારતના GDPની વૃદ્ધિ દરના અનુમાન ઘટાડીને 5.6 ટકા કરી દીધું છે, જે 2018ના 7.4 ટકાથી ઓછું છે. ભારતની આર્થિક વૃદ્ધિ દરની રફ્તાર મધ્ય 2018 બાદ સુસ્ત પડી છે અને વાસ્તવિક GDP વૃદ્ધિ દર લગભગ 8 ટકાથી ઘટીને 2019ના બીજા ક્વાર્ટરમાં 5 ટકા પર આવી ગઈ. GDP સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વધારે ઘટીને 4.5 ટકા પર નોંધવામાં આવી.