ETV Bharat / business

ભારતનો બેરોજગારીનો દર ઘટ્યો, પરંતુ શું ખરેખર આ સ્થિતિ સામાન્ય થવાના સંકેતો છે?

author img

By

Published : Jul 6, 2020, 9:20 PM IST

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમિઝ (સીએમઆઈઇ) ના આર્થિક થિંક ટેંક સેન્ટરના માસિક આંકડા દર્શાવે છે કે મે અને એપ્રિલ બંનેમાં ભારતનો બેરોજગારીનો દર 23.5 ટકા હતો, જે જૂનમાં 11 ટકા થયો છે.

ે્નિ
ેન્

હૈદરાબાદ: કોરોના માહામારીને લીધે 25 માર્ચથી 31 મે સુધી ચાલેલા લોકડાઉન પછી જેમ ભારત અનલોક થઈ રહ્યું છે, તેવી જ રીતે જૂનના બીજા સપ્તાહમાં બેકારીના દરમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ગયા અઠવાડિયે, આર્થિક થિંક ટેન્ક સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમિઝ (સીએમઆઈઇ) ના માસિક આંકડા દર્શાવે છે કે મે અને એપ્રિલ બંનેમાં ભારતનો બેરોજગારી દર 23.5 ટકા હતો, જે જૂનમાં 11 ટકા પર આવ્યો છે.

ભારતમાં બેરોજગારીદરના આંકડા
ભારતમાં બેરોજગારીદરના આંકડા

ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો મે મહિનામાં બેરોજગારીનો દર 22.5 ટકા હતો, જે જૂનમાં ઘટીને 10.5 ટકા થયો છે. તે જ સમયે, શહેરી વિસ્તારમાં, મે માં બેરોજગારીનો દર 25.8 ટકા હતો, જે જૂનમાં ઘટીને 12 ટકા થયો છે.

જૂનમાં રોજગારની સંખ્યામાં થયેલા સુધારાએ કેટલાક રોકાણકારો અને વિશ્લેષકોને ખુશ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે કારણ કે તે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના સંકેત આપે છે.

નોકરીઓની ગુણવત્તા એક ચિંતાનો વિષય

સીએમઆઈઇના આંકડાથી ખહર પડી કે કોરોના રોગચાળાને પગલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચના અંતમાં દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યા પછી એપ્રિલમાં ભારતમાં લગભગ 12.2 કરોડ લોકોએ નોકરી ગુમાવી દીધી હતી. બાદમાં પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરવામાં આવ્યા. જે બાદ મે મહિનામાં 2.1 કરોડ નોકરીઓ પરત આવી અને જૂનમાં 7 કરોડ નોકરીઓ પરત આવી.

જો કે, 7 કરોડ નોકરીઓમાંથી માત્ર 39 લાખ અથવા 5.5 ટકા વેતનવાળી નોકરી હતી. બાકીની મોટાભાગનો રોજગાર ખેતી અને અનૌપચારિક સ્વરૂપોથી આવે છે. આ મહત્વપૂર્ણ છે કારણ કે એપ્રિલ અને મે બંનેમાં લગભગ 1.8 કરોડ પગારદાર નોકરીઓ છીનવાઇ હતી.

સીએમઆઈઇએ એમ પણ કહ્યું હતું કે દેશમાં રોજગારના બજારમાં રિકવરી મુખ્યત્વે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના પ્રવૃત્તિઓમાં અચાનક વધારો થવાને કારણે થઇ છે, ઉપરાંત લોકડાઉન પ્રતિબંધોમાં રાહત પણ એક કારણ છે.

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સંશોધન કેન્દ્ર, સેન્ટર ફોર સસ્ટેનેબલ એમ્પ્લોયમેન્ટના વડા અમિત બસોલે જણાવ્યું હતું કે, "એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે એપ્રિલ-મેમાં બેકારીનો વધારો થશે અને જૂનમાં ઘટાડો થશે, પરંતુ નોકરીઓની ગુણવત્તામાંઆ અસ્પષ્ટ છે."

ઓછામાં ઓછી કેટલીક રોજગાર પૂર્વ-લોકડાઉન જેવી જ છે (દા.ત. નાની દુકાન, વર્કશોપ, વગેરે). તે જ સમયે, ફેક્ટરી કામદારો કે જેમની ફેક્ટરીઓ હજી પણ બંધ છે અથવા સ્થળાંતર કામદારો કે જેઓ તેમના ગામોથી પાછા ફર્યા છે, તે એવા કામ કરી રહ્યા છે જે તેમના સામાન્ય કામ કરતા અલગ છે. "

બેકારીના આંકડા હજી પણ વધારે

બેરોજગારીનો દર જૂનમાં ઘટી ગયો હોય તો પણ તે માર્ચમાં 8.75 ટકા અને ફેબ્રુઆરીમાં 7.76 ટકાથી ઓછો છે.

સેન્ટ્રલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસ (સીએસઓ) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, 2017-18માં ભારતની બેરોજગારીનો દર વધીને 6.1 ટકા થયો હતો. જે 45 વર્ષનું સૌથી નીચું સ્તર હોવાનું કહેવાતું હતું. જેના પર સરકારે કહ્યું કે આ સર્વેમાં માપવાની પદ્ધતિઓ જૂના સર્વેથી જુદી છે. તેથી, અગાઉના આંકડા સાથે તેની તુલના સારી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.