ETV Bharat / business

ભારતનો સાપ્તાહિક બેરોજગારીનો દર 24% થી વધુ યથાવત રહ્યો: રિપોર્ટ

author img

By

Published : May 27, 2020, 5:41 PM IST

કોરોના સંકટ અને લોકડાઉનને કારણે ભારતમાં રોજગારીમાં મોટો ઘટાડો થયો છે. અહેવાલમાં જણાવ્યા મુજબ બેરોજગારીનો દર સૂચવે છે કે જે લોકો કામ કરવા માટે તૈયાર છે તેમને કામ મળતું નથી. સીએમઆઈના છેલ્લા આંકડા દર્શાવે છે કે 24 મે પર પૂર્ણ થતા અઠવાડિયામાં ગ્રામીણ ભારતમાં 23.7 ટકાની સરખામણીએ શહેરી ભારતમાં બેરોજગારીનો દર 26.3 ટકા રહ્યો.

ભારતનો સાપ્તાહિક બેરોજગારીનો દર
ભારતનો સાપ્તાહિક બેરોજગારીનો દર

નવી દિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થા પર નજર રાખનારા એક થિંક ટેન્ક CMIEE (સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઇકોનોમી) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા મુજબ, 24 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતની બેરોજગારીનો દર વધીને 24.3 ટકા થયો છે, જે અગાઉના સપ્તાહે નોંધાયેલા આંકડા કરતા થોડો વધારે હતો (24 ટકા) છે. છેલ્લા 8 અઠવાડિયામાં નોંધાયેલા 24.2 ટકાના સરેરાશ બેરોજગારી દર કરતાં તાજેતરના આંકડા વધારે છે.

શ્રમ ભાગીદારીમાં તેજી
શ્રમ ભાગીદારીમાં તેજી

છેલ્લા આંકડા દર્શાવે છે કે 24 મે પર પૂર્ણ થતા અઠવાડિયામાં ગ્રામીણ ભારતમાં 23.7 ટકાની સરખામણીએ શહેરી ભારતમાં બેરોજગારીનો દર 26.3 ટકા રહ્યો. સીએમઆઈઇના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ મહેશ વ્યાસના જણાવ્યા અનુસાર, "લોકડાઉન દરમિયાન બેકારીનો દર આશરે 24 ટકાની આસપાસ સ્થિર રહ્યો છે.

CMIEEએ જણાવ્યું કે શ્રમિક કર્મચારીઓ નોકરીની શોધમાં શહેરમાં પાછા આવી રહ્યા છે. ગયા અઠવાડિયે પણ શ્રમ ભાગીદારી દરમાં ઘટાડો જોવા મળ્યો હતો, ચોથા અઠવાડિયાનો દર 38.7 ટકા ઓછો હતો જે પાછલા અઠવાડિયાના 38.8 ટકાની સરખામણીએ ઓછો હતો.

CMIEEના કન્ઝ્યુમર પિરામિડ હાઉસિંગ સર્વે દર્શાવે છે કે એપ્રિલમાં રોજગાર મેળવતા લોકોની સંખ્યામાં 12.2 કરોડનો ઘટાડો થયો છે, જ્યારે નોકરી કરવા ઇચ્છુક પણ સક્રિય રીતે નોકરીની શોધમાં ન લેનારા લોકોની સંખ્યા એપ્રિલ 2019- 20 માં 7.7 કરોડથી વધીને 8.9 કરોડ થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.