નવી દિલ્હી: સોમવારે યોજાનારી જાહેર ક્ષેત્રની બેંકો(PSB)ના CEO સાથે નાણાં પ્રધાન નિર્મલા સીતારમનની સમીક્ષા બેઠક મોકૂફ રાખવામાં આવી છે.
RBI સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠક સ્થગિત કરવામાં આવી છે. આ બેઠકની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાનારી આ બેઠકમાં કોવિડ-19ના કારણે પ્રભાવિત અર્થતંત્રને આગળ વધારવાના પ્રયત્નોના ભાગ રૂપે ક્રેડિટ ઓફટેક સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી.
આ એજન્ડામાં બેન્કો દ્વારા ઋણ(લોન) લેનારાઓને વ્યાજ દર ટ્રાન્સમિશનનો સ્ટોક લેવાની અને લોન ચૂકવણી અંગેની મુદતમાં વધારો કરવા જેવી બાબતો સામેલ છે.
RBIએ 27 માર્ચે વ્યાજ દરમાં 0.75 ટકાનો તીવ્ર ઘટાડો કર્યો હતો. લોન લેનારાઓને રાહત આપવા માટે બેંકો દ્વારા સ્વૈચ્છિક ધોરણે ત્રણ મહિનાનો સમય આપવાની પણ જાહેરાત કરી હતી.
ભારતીય રિઝર્વ બેંક(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે એપ્રિલ મહિનાના પ્રારંભે જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે અર્થવ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરવા બેઠક યોજી હતી.