મુંબઈ: RBIએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, કોરોના વાઈરસ સંકટ દરમિયાન જરૂરિયાતમંદોને મદદ કરવા માટે સરકારે ઉદભવતા સંજોગો માટે પીએમ-કેર્સ ફંડ બનાવ્યું છે. અલગ અલગ ક્ષેત્રોમાંથી મદદ મોકલવામાં આવી રહી છે.
RBIએ જણાવ્યું છે કે, બેન્કના કર્મચારીઓ એક અથવા એક કરતાં વધારે દિવસનો પગાર પીએમ કેર્સ ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે. RBIએ કહ્યું છે કે, આ રકમ 7.30 કરોડ રુપિયા હશે.