ETV Bharat / business

યસ બેન્કના ગ્રાહકો માટે મોટા સમાચાર, 18 માર્ચથી તમામ બેન્કિંગ સેવાઓ થશે શરૂ! - યસ બેન્કના ગ્રાહકો

5 માર્ચ 2020ના સાંજે 6 વાગ્યે RBI દ્વારા યસ બેન્ક ડિપોઝિટર્સની વિડ્રોલ લિમિટ 50000 રૂપિયા નક્કી કરાઇ હતી. ત્યારબાદથી યસ બેન્કનો કોઈપણ ગ્રાહક કોઈપણ માધ્યમથી પૈસા ટ્રાન્સફર પણ ન કરી શક્યો અને ATMથી ઉપાડી પણ ન શક્યો. યસ બેન્ક (Yes Bank)ને પાટા ઉપર લાવવા માટે લાગૂ કરવામાં આવેલા નવા પ્લાન બાદ હવે યસ બેન્કના ખાતાધારકો માટે એક રાહતના સમાચાર છે. બેન્કે આજે એટલે કે, સોમવારે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, ખાતાધારકો ઉપરથી બેન્કના બધા પ્રતિબંધો હટાવી લેવામાં આવ્યા છે. એટલે કે 18 માર્ચ સાંજે 6 વાગ્યા બાદ ગ્રાહકો પોતાના ખાતામાંથી સામાન્ય ટ્રાન્જેક્શન કરી શકશે. ખાતા ધારકો બધી 1,132 શાખાઓમાંથી ટ્રાન્જેક્શન કરી શકશે.

યસ બેન્કના ગ્રાહકો માટે મોટા સમાચાર, 18 માર્ચથી તમામ બેન્કિંગ સેવાઓ થઇ જશે શરૂ!

author img

By

Published : Mar 16, 2020, 6:45 PM IST

મુંબઇ: આર્થિક સંકટથી જજૂમી રહેલી યસ બેન્ક (Yes Bank)ને પાટા પર લાવવા માટે લાગૂ થયેલા નવા પ્લાન બાદ યસ બેન્ક ખાતાધારકો માટે સારા સમાચાર છે. બેન્કે આજે એટલે કે સોમવારે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, ખાતાધારકો પરથી બેન્કે તમામ પ્રતિબંધ હટાવી લીધા છે. એટલે કે 18 માર્ચ સાંજે 6 વાગ્યા બાદ ગ્રાહક પોતાના ખાતાથી સામાન્ય લેવડ-દેવડ કરી શકશે. ખાતાધારકો બેન્કની તમામ 1,132 શાખાઓથી લેવડ-દેવડ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, 5 માર્ચ 2020ના રોજ સાંજે 6 વાગ્યાથી RBI દ્વારા યસ બેન્ક ડિપોઝીટર્સની વિડ્રોલ લિમિટ 50,000 રૂપિયા નક્કી કરાઇ હતી. આ પછીથી જ યસ બેન્કનો કોઇ ખાતાધારક કોઇ પણ માધ્યમથી પૈસા ટ્રાંસફર કરી શકતો નહોતો અને ATM માંથી પણ ગ્રાહકો કેશ નિકાળી શકતા નહોતા.

  • We will resume full banking services from Wed, Mar 18, 2020, 18:00 hrs. Visit any of our 1,132 branches from Mar 19, 2020, post commencement of banking hrs to experience our suite of services. You will also be able to access all our digital services & platforms@RBI @FinMinIndia

    — YES BANK (@YESBANK) March 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, યસ બેન્કનો ભારતીય સ્ટેટ બેન્ક 49 ટકા હિસ્સો ખરીદશે. SBI ત્રણ વર્ષ સુધી પોતાની સ્ટેકને 26 ટકાથી ઓછી કરી શકશે નહીં. આ ઉપરાંત પ્રાઇવેટ બેન્ક પણ તેમા રોકાણ કરશે. પ્રાઇવેટ બેન્કો માટે પણ લોક ઇન પીરીયડ 3 વર્ષ સુધીનો જ રહેશે, પરંતુ તેમના માટે સ્ટેકની લિમિટ 75 ટકા સુધી છે.

યસ બેન્કના તમામ ગ્રાહકો ફરીથી બેન્કિંગની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. આશા વ્યક્ત કરાઈ હતી કે, 50 હજાર રૂપિયા કાઢવાની મર્યાદા પણ દૂર થઈ જશે. આ સાથે જ પુર્નગઠન યોજનાને સરકારની મંજૂરી મળી ગયા બાદ સોમવારે સંકટગ્રસ્ત યસ બેન્કના શેરમાં 58 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈમાં યસ બેન્કના શેરે જોરદાર વાપસી કરીને 58.12 ટકાની છલાંગ લગાવી હતી. એનએસઈમાં પણ તેનો શેર 58.12 ટકા ઉછળીને 40.40 રૂપિયા પર રહ્યો હતો. બીએસઈમાં તેના 112.78 લાખ શેરો તથા એનએસઈમાં 9.55 કરોડ શેરનો વેપાર થયો હતો.

ઉલ્લેખનીય છે કે, 5 માર્ચના રોજ ભારતીય રિઝર્વ બેન્કે યસ બેન્કના નિર્દેશક મંડળનો ભંગ કરી દીધો હતો. આ સાથે જ બેન્ક માટે નિર્દેશકની નિયુક્તિ કરી દીધી હતી. બેન્ક પર લાગેલા પ્રતિબંધોએ ગ્રાહકોના હાથ બાંધી દીધા હતા. કેન્દ્રીય બેન્કે આગામી આદેશ સુધી બેન્કના ગ્રાહકો માટે નિકાસી સીમા 50,000 રૂપિયા નક્કી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.