નવી દિલ્હીઃ ભોજનની ઓનલાઈન ડિલિવરી કરનારી સ્વિગીએ કરિયાણું અને આવશ્યક વસ્તુઓને ઘરે-ઘરે પહોંચાડવાની સેવા 125થી વધુ શહેરોમાં ફેલાવી છે. કંપનીએ સોમવારે કહ્યું કે, આ ઉપરાંત તેમણે ઘણી રાષ્ટ્રીય બ્રાન્ડ અને રિટેલ કંપનીઓ સાથે ભાગીદારી પણ કરી છે.
કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, તેમણે હિન્દુસ્તાન યૂનિલીવર, પ્રોક્ટર ગૈમ્બલ, ગોદરેઝ, ડાબર, મૈરિકો, વિશાલ મેગા માર્ટ અને સિપ્લા જેવી બ્રાન્ડ સાથે ભાગીદારી કરી છે. આ ઉપરાંત કંપનીએ ઘણા શહેરોમાં વિશેષ સ્ટોર્સ સાથે પણ જોડાણ કર્યું છે. જેથી ગ્રાહકોને ઘર સુધી રોજિંદા વસ્તુઓ મળી શકશે.
સ્વીગીના ચીફ ઓપરેટિંગ ઓફિસર વિવેક સુંદરે કહ્યું કે, કરિયાણાની ચીજવસ્તુઓ અને જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય પહેલેથી જ અમારી લાંબાગાળાની વ્યૂહરચનાનો એક ભાગ હતો. અમારા ગ્રાહકોની સુવિધા માટે અમે આને થોડી ઝડપી અમલમાં લીધી છે. તેમણે કહ્યું કે, શેરી-મહોલ્લાઓસુધી આવશ્યક ચીજવસ્તુઓના સપ્લાયથી કંપનીના ગ્રાહકોને સરળતા રહેશે. આ સાથે જ કોરોના વાઇરસ સંકટ જેવા પડકારરૂપ સમયમાં ડિલિવરી કરનારા સહયોગીઓને પણ વધારાની આવક થશે.
સુંદરે કહ્યું કે, તે આ સ્તરે કામ કરવાનું ચાલુ રાખશે. કંપનીનું લક્ષ્ય લોકડાઉન દરમનિયાન લોકોને ઘરમાં રહેવા પ્રોત્સાહિત કરવા અને આવશ્યક વસ્તુઓ પહોંચાડવાનું છે.