મુંબઇઃ ભારત જ નહીં પરંતુ એશિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનું નામ દુનિયાના ટોપ-10 અરબપતિઓમાં સામેલ છે. તેમની કંપનીના ડિજિટલ પ્લેટફોર્મ રિલાયન્સ જિયોમાં ગત્ત બે દિવસોમાં કરાયેલા વિદેશી રોકાણો અને કેટલીય ગ્લોબલ કંપનીઓની સાથે કરાયેલી બિઝનેસ ડીલ બાદ અંબાણી દુનિયાના ટોપ-10 અરબપતિઓમાં સામેલ છે. આ લિસ્ટમાં તે એકલા એશિયાઇ વ્યક્તિ છે.
Bloomberg Billionaires Index અનુસાર, મુકેશ અંબાણીની નેટવર્થ 64.5 બિલિયન ડૉલર થઇ ચૂકી છે, જેથી તે દુનિયાના 10 સૌથી અમીર લોકોમાંના એક બન્યા છે. તમને જણાવીએ તો તેની કંપનીએ શુક્રવારે જ પુરી રીતે દેવા મુક્ત થવાની જાહેરાત કરી હતી.
અંબાણી તરફથી વધુ એક નિવેદન આપવામાં આવ્યું હતું કે, રિલાયન્સે સમય પહેલા જ પોતાનો લક્ષ્ય પુરો કર્યો છે. કંપની પર અત્યાર તેની NET સંપતિ પર કોઇ દેવું નથી. રિલાયન્સે 31 માર્ચ, 2021 સુધી દેવામુક્ત થવાનો લક્ષ્ય રાખ્યો હતો. ગત્ત થોડા અઠવાડિયામાં કંપનીએ પોતાના 53,000 કરોડથી વધુના રાઇટ્સ ઇશ્યુ કરીને પૈસા એકઠા કર્યા, તો પોતાની ડિજિટલ સર્વિસ પ્લેટફોર્મ જિયો પ્લેટફોર્મમાં 1.6 લાખ કરોડનું વિદેશી રોકાણ એકઠું કર્યું છે. કંપનીઓએ તે માટે કેટલીય વિદેશી કંપનીઓની સાથે ડીલ કરી છે, જેમાં ઇન્ટરનેટ દિગ્ગજ ફેસબુક પણ સામેલ છે.
વધુમાં જણાવીએ તો આ લિસ્ટમાં અમેરિકી ઓનલાઇન શોપિંગ કંપની એમેઝોનના માલિક જેફ બેઝોસ પહેલા નંબર પર કાયમ છે અને આ રહ્યું દુનિયાના 10 અરબપતિઓનું લિસ્ટ અને તેની નેટવર્થ...
- જેફ બેઝોસઃ 160 બિલિયન ડૉલર
- બિલ ગેટ્સઃ 112 બિલિયન ડૉલર
- માર્ક ઝકરબગઃ 90 બિલિયન ડૉલર
- વૉરેન બફેટઃ 71 બિલિયન ડૉલર
- સ્ટીવ બામરઃ 70.5 બિલિયન ડૉલર
- સર્ગેઇ બ્રિનઃ 66.0 બિલિયન ડૉલર
- મુકેશ અંબાણીઃ 64.5 બિલિયન ડૉલર
- ફ્રાંસ્વૉ બેટનકોર્ટ મેયર્સઃ 62 બિલિયન ડૉલર્સ