નવી દિલ્હીઃ દેશના ઓધૌગિક ઉત્પાદનમાં માર્ચ મહિનામાં 16.7 ટકાનો ઘટાડો નોંધાયો છે. લોકડાઉનને કારણે મુખ્યત્વે ખાણકામ, ઉત્પાદન અને પાવર ક્ષેત્રના નબળા પ્રદર્શનને લીધે ઓદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
મંગળવારે જાહેર થયેલા આંકડા મુજબ, ગત વર્ષે માર્ચ મહિનામાં ઓધૌગિક ઉત્પાદન સુચકાઆંકમાં 2.7 ટકાની વૃદ્ધિ થઈ હતી. સરકાર દ્વારા કોરોના વાઈરસની મહામારીને રોકવા માટે દેશમાં લોકડઉન લાદવામાં આવ્યું છે. નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (એનએસઓ)ના ડેટા અનુસાર, માર્ચ 2020માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના મેન્યુફેક્ચરિંગ આઉટપુટમાં 20.6 ટકાનો ઘટાડો થયો છે, જેમાં ગત વર્ષે આ જ મહિનામાં 3.1 ટકાની વૃદ્ધિ થઈ હતી.
માર્ચ મહિનામાં વીજળી ઉત્પાદનમાં 6.8 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે માર્ચ 2019 માં તેમાં 2.2 ટકાની વૃદ્ધિ નોંધાઈ હતી. મળતી માહિતી મુજબ ખાણ ક્ષેત્રનું ઉત્પાદન આ વર્ષે માર્ચ મહિનામાં એક વર્ષ પહેલાના સ્તરે સ્થિર રહ્યું હતું, જ્યારે એક વર્ષ પહેલા સમાન મહિનામાં તે 0.8 ટકા વધ્યો હતો. ગત નાણાંકીય વર્ષમાં આઇઆઇપીમાં 0.7 ટકાનો ઘટાડો થયો છે, જેની સરખામણીએ 2018-19માં 3.8 ટકાનો વધારો થયો હતો.