નવી દિલ્હી: કોકાકોલા ઈન્ડિયાએ ગરમીને બચવા માટે ડેરી બેવરેજીસ બ્રાન્ડ-વાયો હેઠળ તાજી મસાલા છાશ લોન્ચ કરી છે. દહીંમાંથી બનેલી વાયો મસાલાવાળી છાશમાં ઘરેલું છાશ જેવા જ શુદ્ધતા છે. આમ,આ છાશ ભારતીય ગ્રાહકો માટે સંપૂર્ણ યોગ્ય છે. આ ઉત્પાદનમાં કોઈ કેમિકલ કે રંગો ઉમેર્યો નથી. આ છાશ 15 રૂપિયામાં 180 ML મળશે.
આ સાથે જ કોકાકોલાના હાલના બેવરેજીસ પોર્ટફોલિયોનો વિસ્તાર કર્યો છે. વાયો સ્પાઈડ બટરમિલ્કની ઓફર એ કંપનીની હાયપર-લોકલ સ્ટ્રેટેજીનો એક ભાગ છે, જે ભારતમાં સ્થાનિકીકૃત ઉત્પાદનોના વિકાસ પર કેન્દ્રિત છે અને આ ક્ષેત્રની ગ્રાહકોની પસંદગી સાથે મેળ ખાતો આવે છે.
ભારતમાં છાશના નવા માર્કેટની શ્રેણી વિશે કોકો-કોલાના વિજય પરાસુરામણે કહ્યું કે, "ભારત ડેરીના ઉત્પાદન અને ઉપયોગ માટે વિશ્વનું સૌથી મોટું બજાર છે. આપણા ઇતિહાસમાં ડેરી ઉત્પાદનો આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. અમે લોકોની રુચિ અને ભોજન માટે આને અનુકૂળ બનાવવાની કશિશ કરી રહ્યાં છીએ. આ છાશનો સ્વાદ બહુમુખી છે અને દેશના દરેક વિસ્તારોમાં આને અપનાવવામાં આવશે.