- વૈશ્વિક બજારની ભારતીય શેર બજાર પર અસર
- સેન્સેક્સ 49,171.43 પોઈન્ટ પર ખૂલ્યો હતો
- નિફ્ટી 14,712.45 પોઈન્ટ પર ખૂલ્યો હતો
આ પણ વાંચોઃ એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ: ટાટા જૂથ અને સ્પાઇસ જેટ બોલી લગાવવા માટે શોર્ટલિસ્ટ થયા
નવી દિલ્હીઃ ભારતીય શેર બજારમાં સપ્તાહના ત્રીજા દિવસે બુધવારે નબળાઈ સાથે શરૂઆત થઈ છે. બુધવારે સવારે શેર બજાર ખૂલતાની સાથે જ સેન્સેક્સ 334.01 પોઈન્ટ (0.67 ટકા)ના ઘટાડા સાથે 49,171.43 પોઈન્ટ પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 102.30 પોઈન્ટ (0.69 ટકા) સાથે 14,712.45 પર જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ રૂડા દ્વારા વર્ષ 2021-22 માટે 287.06 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરાયું
APSEZના માર્કેટ શેરમાં ચોથા ક્વાર્ટરમાં સુધારો થઈ રહ્યો છે
CITI બેન્કની અદાણી પોર્ટ પર બાઈંગ રેટિંગ આપવામાં આવી છે અને લક્ષ્યને 935 રૂપિય નક્કી કરવામાં આવ્યું છે. તેમનું કહેવું છે કે, APSEZના માર્કેટ શેરમાં ચોથા ક્વાર્ટરમાં સુધારો થઈ રહ્યો છે. તેમના મતે તાજેતરમાં જ હસ્તાંતરણની અસર જોવા મળશે. આમાં સારો કેશ ફ્લો પણ જોવા મળે તેવી સંભાવના છે.
માર્ચથી ઓગસ્ટ 2020 સુધી લોન મોરટોરિયમ સમયગાળામાં વ્યાજ નહીં લેવાય
સુપ્રીમ કોર્ટે મંગળવારે લોન મોરટોરિયમ અંગે સુનાવણી દરમિયાન નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, મોરટોરિયમ પીરિયડ દરમિયાન લોનનું સંપૂર્ણ વ્યાજ માફ કરવું શક્ય નથી. બેન્કોએ ડિપોઝિટર્સને પેમેન્ટ આપવું જ પડશે. જોકે, સુપ્રીમ કોર્ટે વ્યાજ પર વ્યાજ મામલા પર નિર્દેશ કર્યો કે, માર્ચથી ઓગસ્ટ 2020 6 મહિનાની લોન મોરટોરિયમ સમયગાળા માટે દેવાદારો પાસેથી કોઈ ચક્રવૃદ્ધિ અથવા દંડાત્મક વ્યાજ નહીં લેવામાં આવે અને જો પહેલા જ કેટલાક નાણા લેવામાં આવ્યા છે તો તેને પરત જમા અથવા એડ્જસ્ટ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પછી શેર બજારમાં મંગળવારે બાઉન્સ બેક જોવા મળ્યું હતું. આ સાથે જ બેન્કિંગ શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.