નવી દિલ્હી: પર્યટન અને આતિથ્ય સત્કાર ક્ષેત્રની કંપનીઓએ બુધવારે કોરોના વાઇરસના રોગચાળાથી ખરાબ રીતે પ્રભાવિત આ ક્ષેત્રને પુનર્જીવિત કરવા સરકાર પાસેથી તાત્કાલિક પગલા લેવાની માગ કરી છે.
પર્યટન, યાત્રા અને આતિથ્ય ક્ષેત્રના 10 સંગઠનોના રાષ્ટ્રીય મહાસંઘ ફેડરેશન ઓફ એસોસિએશન ઈન ઇન્ડિયન ટૂરિઝમ એન્ડ હોસ્પિટાલિટી (ફેથ) અને તેમના સભ્યો સંગઠનોના પ્રતિનિધિયોના પર્યટન મંત્રાલયની સાથે એક બેઠકમાં ક્ષેત્રને વિકસીત કરવા માટે વિવિધ પગલા ભરવાની ચર્ચા કરી હતી.
ફેથના મુખ્ય કાર્યકારી અધિકારી આશીષ ગુપ્તાએ જણાવ્યું કે, ફેથને આશા છે કે ભારતીય પર્યટન ઉદ્યોગને તાત્કાલીક તેને પુનર્જીવિત કરવા માટે પર્યટન ક્ષેત્ર માટે માગ વધારવી અને આપૂર્તિ સંરક્ષણના ઉપાયોને તાત્કાલ લાગૂ કરવામાં આવશે.
ફેથને આંતરરાષ્ટ્રીય ટૂર ઓપરેટરો માટે નવેમ્બરના પહેલા કે ચોથા અઠવાડિયામાં 'ભારતીય ટૂરિઝમ માર્ટ' ગોઠવવાની પણ દરખાસ્ત કરી, જેથી ભારતીય પર્યટન ઉત્પાદનોનું પ્રદર્શન કરી વિશ્વાસ કેળવાઇ શકે.
આ સિવાય ફેથે રિઝર્વ બેંક દ્વારા રિઝોલ્યુશન પ્લાન ન બને ત્યાં સુધી ટૂરિઝમ અને હોસ્પિટાલિટી કંપનીઓ માટેના લોનના હપ્તાઓની ચુકવણીમાંથી મુક્તિની મુદત લંબાવાની પણ દરખાસ્ત કરી હતી.