- દેશના અનેક રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આસમાને પહોંચી
- દેશમાં સતત સાત દિવસથી પેટ્રોલ-ડીઝલની કિંમત સ્થિર ચાલી રહી છે
- છેલ્લે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 24 ઓગસ્ટે ફેરફાર થયો હતો
નવી દિલ્હીઃ દેશભરમાં પેટ્રોલ-ડીઝલની કિંમત આસમાને પહોંચી છે. ત્યારે આજે (મંગળવારે) ફરી એક વખત પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. મે-જૂનમાં ભારી વધારા થયા પછી 17 જુલાઈથી કિંમત સ્થિર થઈ ગઈ હતી. ત્યારબાદ ઓગસ્ટમાં ડીઝલમાં અનેક વખત ઘટાડો થયો છે. જ્યારે પેટ્રોલમાં કોઈ પણ ઘટાડો નથી થયો. 24 ઓગસ્ટે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 15-15 પૈસા પ્રતિલિટરનો ઘટાડો થયો હતો.
આ પણ વાંચો- આજે બીજા દિવસે Share Marketની મજબૂત શરૂઆત, નિફ્ટી 16,900ને પાર
ગયા અઠવાડિયે તેલમાં વધારો થયો હતો
ઓગસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રુડ બજારમાં જોરદાર વધારો થયો હતો. પહેલા સપ્તાહમાં જ બ્રેન્ટ ક્રુડમાં 9 ટકાની તેજી આવી હતી. ગયા અઠવાડિયે પણ તેલમાં વધારો થયો હતો. જોકે, સોમવારે એટલે કે છેલ્લા વેપારી સત્રમાં તેલમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગઈકાલે બ્રેન્ટ ક્રુડ 0.20 ટકાના ઘટાડા સાથે 71.56 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો છે.
આ પણ વાંચો- RBIના ગવર્નરે ડિજિટલ કરન્સીની ટ્રાયલ અંગે કરી આ જાહેરાત
આજે કયા રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની શું કિંમત છે? જુઓ
રાજ્ય | પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર) | ડીઝલ (રૂ.) (પ્રતિલિટર) |
ગુજરાત | 98.32 | 95.68 |
દિલ્હી | 101.49 | 88.92 |
મુંબઈ | 107.52 | 96.48 |
કોલકાતા | 101.82 | 91.98 |
ચેન્નઈ | 99.20 | 93.52 |
બેંગલુરૂ | 104.98 | 94.34 |
ભોપાલ | 109.91 | 97.72 |
લખનઉ | 98.56 | 89.29 |
પટના | 103.99 | 94.75 |
ચંદીગઢ | 97.66 | 86.62 |
cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે
પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓRલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.
નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.