- પેટ્રોલ ડીઝલની કિંમતમાં આજે કોઈ ફેરફાર નથી થયો
- પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ સ્તર પર જોવા મળી રહી છે
- રવિવારે દેશના વિવિધ શહેરમાં 15 પૈસા સુધી કિંમત ઘટી હતી
ન્યૂઝ ડેસ્કઃ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં દરરોજ સવારે ફેરફાર થાય છે, જેના કારણે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સસ્તી અને મોંઘી થાય છે. ત્યારે આજે (ગુરુવારે) ફરી એક વાર ઘરેલુ તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી કર્યો. લાંબા સમયથી પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઉછાળો જોવા નથી મળ્યો અને છેલ્લા કેટલાક દિવસોમાં કિંમતમાં ઘટાડો થયો છે. જોકે, આ પછી પણ પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ સ્તર પર જોવા મળી રહી છે.
આ પણ વાંચો- આજે ચોથા દિવસે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 46 પોઈન્ટ ઘટ્યો
રવિવારે દેશના વિવિધ શહેરોમાં પેટ્રોલની કિંમત ઘટી હતી
રવિવારે દેશના અલગ અલગ શહેરોમાં પેટ્રોલની કિંમતમાં 10 પૈસાથી લઈને 15 પૈસા સુધીનો ઘટાડો થયો હતો. મોટા ભાગના શહેરોમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરથી વધુ છે અને કેટલાક શહેરોમાં તો ડીઝલ પણ 100ને પાર પહોંચ્યું છે.
આ પણ વાંચો- ઈન્ફોસિસે 164 કરોડ રૂપિયાનું ટેક્સ પોર્ટલ બનાવ્યું, છતાં ટેક્સ ભરવામાં કેમ મુશ્કેલી આવી રહી છે?
દિલ્હીમાં પેટ્રોલ 101.19 રૂપિયા પ્રતિલિટર છે
ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, આજે (ગુરુવારે) રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 101.19 પૈસા પ્રતિલિટરની કિંમતે વેંચાઈ રહ્યું છે. જ્યારે ડીઝલ 88.62 રૂપિયા પ્રતિલિટર થયું છે. મુંબઈમાં પેટ્રોલ 107.26 રૂપિયા પ્રતિલિટર છે. જ્યારે ડીઝલ 96.19 પૈસા પ્રતિલિટર છે.
જુઓ કયા શહેરમાં પેટ્રોલ-ડીઝલની શું કિંમત છે?
શહેર | પેટ્રોલ (રૂ.) (પ્રતિલિટર) | ડીઝલ (રૂ.) (પ્રતિલિટર) |
ગુજરાત | 97.92 | 95.37 |
નવી દિલ્હી | 101.19 | 88.62 |
મુંબઈ | 107.26 | 96.19 |
કોલકાતા | 101.62 | 91.71 |
ચેન્નઈ | 98.96 | 93.26 |
નોએડા | 98.52 | 89.21 |
બેંગલુરુ | 104.70 | 94.04 |
હૈદરાબાદ | 105.62 | 96.69 |
પટના | 103.79 | 94.55 |
જયપુર | 108.13 | 97.76 |
લખનઉ | 98.30 | 89.02 |
ગુરુગ્રામ | 98.94 | 89.32 |
ચંદીગઢ | 97.40 | 88.35 |
cSMS દ્વારા પેટ્રોલ-ડીઝલની કિંમત જાણી શકાશે
પેટ્રોલ-ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકાશે. ઇન્ડિયન ઓઈલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે. જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.
નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થાય
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગે બદલાય છે. નવા ભાવ સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુઓ ઉમેર્યા પછી તેની કિંમત લગભગ બમણી થઇ જાય છે.