ETV Bharat / business

માઈક્રોસોફ્ટના પ્રણેતા બિલ ગેટ્સનો આજે જન્મદિવસ, તેમના જીવનમાંથી જાણો સફળતાનો મંત્ર...

આજે 28 ઓક્ટોબર એટલે કે બિલ ગેટ્સનો 65મો જન્મદિવસ છે. દુનિયાની સૌથી મોટી કંપની માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ દુનિયાભરમાં કમ્પ્યુટરના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે પ્રખ્યાત છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તમને પણ બિલ ગેટ્સની કેટલીક ટિપ્સ જણાવીએ છીએ, જેનાથી તમે જીવનમાં સફળતા મેળવી શકશો.

માઈક્રોસોફ્ટના પ્રણેતા બિલ ગેટ્સનો આજે જન્મદિવસ, તેમના જીવનમાંથી જાણો સફળતાનો મંત્ર

author img

By

Published : Oct 28, 2020, 4:06 PM IST

  • માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સનો આજે જન્મદિવસ
  • બિલ ગેટ્સે કમ્પ્યુટર ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે જાણીતા છે
  • તેમના જીવનમાંથી લોકોને મળશે સફળતાનો મંત્ર

નવી દિલ્હીઃ આજે 28 ઓક્ટોબર એટલે કે બિલ ગેટ્સનો 65મો જન્મદિવસ છે. દુનિયાની સૌથી મોટી કંપની માઈક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સ દુનિયાભરમાં કમ્પ્યુટરના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે પ્રખ્યાત છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે તમને પણ બિલ ગેટ્સની કેટલીક ટિપ્સ જણાવીએ છીએ, જેનાથી તમે જીવનમાં સફળતા મેળવી શકશો. આમ તો બિલ ગેટ્સને કોઈ પણ પરિચયની જરૂર નથી. ગેટ્સનો જન્મ 28 ઓક્ટોબર 1955ના દિવસે વોશિંગ્ટનમાં થયો હતો. તેમણે 1975માં પાલ એલનની સાથે મળીને સોફ્ટવેર કંપની માઈક્રોસોફ્ટની સ્થાપના કરી હતી. ત્યારે કોણ જાણતું હતું કે, આ જોતજોતામાં દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર કંપની બની જશે અને ગેટ્સ પર્સનલ કમ્પ્યુટરના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે જાણિતા છે. બિલ ગેટ્સની સફળતાની ગતિ ખૂબ જ ઝડપી હતી. આના જ કારણે તેઓ 32 વર્ષના થયા તે પહેલાં જ 1987માં તેમનું નામ અબજોપતિઓની ફોર્બ્સની યાદીમાં આવી ગયું હતું. અને ઘણા વર્ષો સુધી તેઓ આ યાદીમાં પહેલા જ સ્થાને ટકી રહ્યા.

બિલ ગેટ્સને ખૂબ જ પરોપકારી ગણવામાં આવે છે

  • બિલ ગેટ્સે માઈક્રોસોફ્ટની ફૂલ ટાઈમ ચેરમેનશીપ 27 જૂન 2008માં છોડી દીધી હતી. નોકરી છોડ્યા બાદ બિલ પોતાનો સંપૂર્ણ સમય પરોપકારી કામોમાં લગાવે છે. બિલ ગેટ્સના દિલમાં ભારત માટે વિશેષ સ્થાન છે. તેઓ અહીં ગરીબ અને જરૂરિયાતમંદોના વિકાસ માટે ચલાવવામાં આવતી સંસ્થાના કાર્યક્રમમાં દર વર્ષે આવતા હોય છે. ખૂબ જ ધનિક હોવા છતાં તેઓ ખૂબ સામાન્ય અને સહજ જીવ જીવે છે. તેમની કમાણીનો મોટો હિસ્સો ધર્માદા અને સમાજ સુધારણાના કાર્યમાં જ ખર્ચવામાં આવે છે. તેમણે બે પુસ્તકો પણ લખી છે, જેનું નામ ધ રોડ અહેડ અને બિઝનેસ એટ સ્પીટ ઓફ થોટ્સ છે.
  • ટાઈમ પત્રિકાએ ગેટ્સનો ઉલ્લેખ એવા સો લોકોમાં કરી છે, જેમણે 20મી સદીને ખૂબ પ્રભાવિત કરી હોય. સાથે સાથે ગેટ્સ 2004, 2005 અને 2006માં સૌથી વધારે પ્રભાવશાળી વ્યક્તિઓમાંથી પણ સૌથી વધારે પ્રભાવશાળી રહ્યા છે. ગેટ્સના લગ્ન ફ્રાંસિસી મેલિન્ડાની સાથે ડલાસ, ટેક્સાસમાં થયા હતા. ગેટ્સના ત્રણ બાળક છે, જેનિફર કૈથેરાઈન ગેટ્સ, રોરી જોન ગેટ્સ.

બિલ ગેટ્સની સફળતાનો મંત્રઃ

  • બિલ ગેટ્સ ક્યારેય આજનું કામ બીજા દિવસના ભરોસે નથી મુકતા. તેઓ આજનું કામ આજે જ કરવામાં માને છે.
  • ગેટ્સ હંમેશા એક્ટિવ રહે છે. બિઝનેસમાં સફળતા માટે આ ખૂબ જ મહત્ત્વનું કારણ છે. સમયની સાથે તઓ પોતાને અપડેટ રાખતા રહે છે.
  • ગેટ્સે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સફળતા માટે તકને ઓળખવી જરૂરી છે. તેમનું માનવું છે કે, કોઈ કામ નાનું અને ખરાબ નથી હોતું.
  • ગેટ્સ કહે છે કે, ક્યારેક પોતાના ડરનો સામનો કરવો જોઈએ અને આપણી આસપાસ સારા લોકોને રાખવા જોઈએ કે જેઓ તમને સકારાત્મકતા આપી શકે અને નકારાત્મક વાતો ન કરે.
  • ગેટ્સે હાર્વર્ડનું ભણતર છોડીને પોતાની કંપની શરૂ કરી હતી. તેમણે કહ્યું, જીવનમાં ઘણી વખત રિસ્ક લેવું પડે છે.

બિલ ગેટ્સે કહેલી મોટી વાતોઃ

  • ધૈર્ય એ સફળતાની પૂંજી છે. ભલે તમારામાં ગમે તેટલી યોગ્યતા કેમ ન હોય, પરંતુ ધૈર્ય અને એકાગ્રતાની સાથે જ તમે મોટું કામ કરી શકશો.
  • મોટી સફળતા માટે મોટામાં મોટું જોખમ લેવા માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ.
  • પોતાની સરખામણી અન્ય સાથે ન કરો અને જો તમે આવું કરશો તો તમે પોતાનું જ અપમાન કરી રહ્યા છો.
  • તમને લાગતું હોય કે તમારો શિક્ષક ખૂબ કડક છે તો પોતે જ્યાં સુધી બોસ ન બની જાઓ ત્યાં સુધી રાહ જુઓ.
  • પોતાની ભૂલ પર રોવાના બદલે તેનાથી શીખામણ લઈ આગળ વધો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.