- આજે ચોથા દિવસે લીલા નિશાન પર બંધ થયું શેર બજાર (Share Market)
- સેન્સેક્સ (sensex) 54.81 તો નિફ્ટી (Nifty) 15.75 પોઈન્ટ ઉછળ્યો
- દિવસભરની ઉથલપાથલ પછી મોટા વધારા સાથે બંધ ન થઈ શક્યું શેર બજાર (Share Market)
અમદાવાદઃ સપ્તાહના ચોથા દિવસે આજે (ગુરુવારે) ભારતીય શેર બજાર (Share Market) લીલા નિશાન પર બંધ થયું છે. આજે બપોરે 3.30 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ (Sensex of Bombay Stock Exchange) 54.81 પોઈન્ટ (0.09 ટકા)ના વધારા સાથે 58,305.07ના સ્તર પર બંધ થયો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (Nifty of National Stock Exchange) 15.75 પોઈન્ટ (0.09 ટકા)ની મજબૂતી સાથે 17,369.25ના સ્તર પર બંધ થયો છે.
આ પણ વાંચો- આજે સતત ચોથા દિવસે Petrol Dieselની કિંમત સ્થિર, જુઓ તમારા શહેરમાં શું કિંમત છે?
સૌથી વધુ ઉંચકાયેલા (Top Gainers) અને ગગડેલા શેર્સ (Top Losers)
આજે સૌથી વધુ ઉંચકાયેલા 5 શેર્સની (Top Gainers) વાત કરીએ તો, ભારતીય એરટેલ (Bharti Airtel) 2.74 ટકા, નેસલે (Nestle) 3.11 ટકા, ઓએનજીસી (ONGC) 2.69 ટકા, હિન્દલ્કો (Hindalco) 1.59 ટકા, ગ્રેસિમ (Grasim) 1.34 ટકા ઉંચકાયા છે. જ્યારે સૌથી વધુ ગગડેલા 5 શેર્સની (Top Losers) વાત કરીએ તો, એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ (SBI Life Insurance) -3.84 ટકા, ટાઈટન કંપની (Titan Company) -1.05 ટકા, એચડીએફસી લાઈફ (HDFC Life) -0.85 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ (UltraTech Cement) -0.67 ટકા, બજાજ ઓટો (Bajaj Auto) -0.66 ટકા ગગડ્યા છે.
આ પણ વાંચો- આજે ચોથા દિવસે Share Marketની નબળી શરૂઆત, સેન્સેક્સ 46 પોઈન્ટ ઘટ્યો
રેન ઈન્ડસ્ટ્રીના સ્ટોકમાં તેજી આવી
સ્ટોક માર્કેટના લોકપ્રિય ઈન્વેસ્ટર્સમાં સામેલ ડોલી ખન્નાના પોર્ટફોલિયોમાં સામેલ રેન ઈન્ડસ્ટ્રીઝના સ્ટોકમાં આજે (ગુરુવારે) લગભગ 7 ટકાની તેજી આવી છે. આ કોમોડિટી સ્ટોક 155 રૂપિયા પ્રતિ શેરના વધારા સાથે ખૂલ્યો અને ઈન્ટ્રા ડેમાં 249.30 રૂપિયાના હાઈ સુધી ગયો હતો. રેન ઈન્ડસ્ટ્રીઝનો સ્ટોક બુધવારે 229.25 રૂપિયા પર બંધ થયો હતો. માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે, આ સ્ટોકમાં તેજીના 2 કારણ છે. એક અમેરિકામાં કંપનીનો પ્લાન્ટ ખુલ્યો અને બીજો એલ્યુમિનિયમની ગ્લોબલ પ્રાઈઝનું રેકોર્ડ હાઈ પર પહોંચવું.