- એકતરફી ઘટાડાને બ્રેક
- સેન્સેક્સ 49,000 પર બંધ
- નિફટીમાં 182 પોઈન્ટનો ઉછાળો
અમદાવાદ: શેરબજારમાં આજે મજબૂતી આવી હતી. અમેરિકન સ્ટોક માર્કેટના પોઝિટિવ અહેવાલો પગલે એશિયાઈ સ્ટોક માર્કેટ અને યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતા. જેથી ભારતીય શેરોમાં નવી લેવાલી આવી હતી. વીતેલા સપ્તાહે શેરબજારમાં એકતરફી નરમાઈ રહી હતી. જેને પગલે ઈન્ડેક્સ બેઈઝ શેરોમાં નીચા મથાળે નવી લેવાલી આવી હતી અને ભારતીય શેરોના ભાવ ઘટ્યા મથાળેથી ઊંચકાયા હતા.
BSE સેન્સેક્સ 568.38 ઉછળ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ગઈકાલના બંધ 48,440.12ની સામે આજે સવારે 48,969.25ના ઊંચા મથાળે ગેપમાં ખૂલ્યો હતો. જે શરૂમાં ઘટીને 48,699.91 થઈ અને ત્યાંથી ઝડપથી ઉછળીને 49,234.66 થયો હતો. ટ્રેડિંગ સેશનને અંતે 49,008.50 બંધ થયો હતો, જે 568.38નો ઉછાળો દર્શાવે છે.
આ પણ વાંચો: શેરબજારમાં ચિંતા કરવાની જરૂર નથી, ઘટાડે રોકાણ માટે છે સારી તકઃ દીપક શાહ
NSE નિફટી 182 પોઈન્ટ ઊંચકાયો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ ગઈકાલના બંધ 14,324.90ની સામે આજે સવારે 14,506.30 ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો હતો. જે શરૂમાં સામાન્ય ઘટીને 14,414.25 થઈ અને ત્યાંથી ઉછળીને 14,572.90 થઈ તેમજ ટ્રેડિંગ સેશનને અંતે 14,507.30 બંધ થયો હતો. જે 182.40નો ઉછાળો દર્શાવે છે.
મહારાષ્ટ્રમાં લોકડાઉન આવવાની શકયતા
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં ફરીથી લોકડાઉન થાય તેવી શકયતાઓ છે. જેને પગલે ટ્રેડિંગ સેશનના છેલ્લા કલાકમાં શેરોની જાતે-જાતમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું હતું, પણ વિદેશના તમામ સ્ટોક માર્કેટ પ્લસ હતા. એપ્રિલ ફ્યુચર એન્ડ ઓપ્શનનો પ્રથમ દિવસ હતો. જેથી નવી લેવાલી આવી હતી.
આ પણ વાંચો: કેન્દ્રીય બજેટમાં શેરબજારમાં રોકાણ કરનારા રાજકોટવાસીઓની આશા-અપેક્ષા
શેરબજારનું વીક ક્લોઝીંગઃ ટેકનિકલ એનાલીસ્ટ
ટેકનિકલ એનાલીસ્ટોના મત અનુસાર શેરબજારનો ટોન નરમાઈ તરફી છે. સેન્સેક્સ 49,100ની નીચે બંધ છે જે વીક કલોઝીંગ છે. સેન્સેક્સનું નીચામાં પહેલું ટાર્ગેટ છે 46,000 અને નિફટી નીચામાં 13,500 સુધી જઈ શકે છે. જેથી ડે-ટ્રેડરોએ સાવચેતી સાથે ટ્રેડ કરવો હિતાવહ છે.
સૌથી વધુ ઊંચકાયેલા શેર્સ
- બજાજ ફિનસર્વ(4.49 ટકા),
- એશિયન પેઈન્ટ(4.28 ટકા),
- ટાઈટન કંપની(4.06 ટકા),
- એચયુએલ(3.45 ટકા)
- બજાજ ઓટો(2.82 ટકા)
સૌથી વધુ ગગડેલા શેર્સ
- પાવરગ્રીડ(0.97 ટકા),
- ઈન્ડુસઈન્ડ બેંક(0.58 ટકા),
- આઈટીસી(0.17 ટકા)
- મારૂતિ સુઝુકી(0.01 ટકા)